________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
રુતિ' આમ “વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “ઢયો:' બે નયોના “દી પક્ષપાતી' બે પક્ષપાત છે. અહાહા...! વિશ્વથી વિશ્વેશ્વર પ્રભુ આત્મા જુદો છે. એક બાજુ આખું લોકાલોક છે અને એક બાજા “ચેત્ય” ભગવાન આત્મા છે. પરંતુ આત્મા ચેત્ય છે, હું ચેત્ય છું એવો જે વિકલ્પ તેને અહીં છોડાવવા માગે છે, કેમકે એવો સૂક્ષ્મ વિકલ્પ પણ આત્માનુભવમાં બાધક છે. જે તત્ત્વવેદી છે તે બન્ને પક્ષથી રહિત થઈને નિજાનંદ-સ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે. એ જ કહે છે
ય: તત્ત્વવેતી ચુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર “વિત્' ચિસ્વરૂપ જીવ ‘તિ વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે.
કળશ ૮૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘દશ્ય:' જીવ દેશ્ય (–દેખાવા યોગ્ય) છે “વચ' એવો એક નયનો પક્ષ છે. ચેતનાના બે ભાગ-જાણવું અને દેખવું. જીવ ચેતાવા યોગ્ય છે-એમાં જાણવું અને દેખવું એ બન્નેની ભેગી વાત કરી છે. તેને અહીં જુદી પાડીને કહે છે. ભગવાન આત્મા દેશિ શક્તિથી દેખાવા યોગ્ય છે. ૪૭ શક્તિઓમાં જેમ ચિતિ એક શક્તિ છે તેમ દેશિ એક શક્તિ કહી છે. શક્તિ એટલે સામર્થ્યની વાત છે. જીવ દેખાવા યોગ્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ દેખાવા યોગ્ય છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ છે તે છોડવા યોગ્ય છે કેમકે તે વિકલ્પ દર્શનમાં બાધારૂપ છે. પ્રથમ આંગણામાં ઊભો રહીને આવો સમ્યક નિર્ણય કરે તેટલું જ પૂરતું નથી, અહીં તો આંગણું છોડી અંદર ઘરમાં પ્રવેશી અનુભવ કરવાની વાત છે. જીવા દેખાવા યોગ્ય છે એવો વિચાર ન પક્ષ છે. હવે કહે છે
‘ન તથા' જીવ દેખાવા યોગ્ય નથી “પરસ્ય' –એવો બીજા નયનો પક્ષ છે. ભગવાન આત્મા અરૂપી છે. તે કેમ દેખાય? તે દેખાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો એક પક્ષ છે. એનો તો આચાર્યદવ પ્રથમથી નિષેધ કરતા આવ્યા છે.
‘રૂતિ' આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “યો:' બે નયોના “કૌ પક્ષપાતો' બે પક્ષપાત છે. આ નવોના પક્ષપાત છે તે સ્વરૂપના અનુભવમાં વિઘ્ન કરનારા છે. હું દશ્ય છું એવા વિકલ્પને પણ છોડી અંતર્લક્ષ કરતાં દશ્ય પ્રભુ આત્માનો અનુભવ થાય છે. જે તત્ત્વવેદી એટલે તત્ત્વનો જાણનાર છે તે પક્ષપાત છોડીને પોતાને એક ચિસ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે
ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર વિત’ ચિસ્વરૂપ જીવ “સુ ત્િ સ્વસ્તિ ' ચિસ્વરૂપ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com