________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
અજ્ઞાન છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. તત્ત્વને જાણનારો-અનુભવનારો વિકલ્પરહિત છે. તે વિકલ્પનો જાણનારમાત્ર છે. તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ અનુભવાય છે. આવી વાત છે.
4
*
* કળશ ૮૪ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
.
वाच्यः જીવ વાચ્ય ( અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે ‘સ્ય' એવો એક નયનો પક્ષ છે. જીવ વાચ્ય છે એવો વ્યવહારનયનો પક્ષ છે. ૪૭ નયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ–એમ ચાર નયનું કથન આવે છે. તેમાં વચનથી કહી શકાય એવો એક જીવમાં ધર્મ છે તેને નામનય કહેલ છે. જીવ વક્તવ્ય છે એટલે કે વચનથી કહી શકાય છે. અહા! કયાં ભગવાન આત્મા અને કયાં વાણી? વાણી જડની પર્યાય છે અને આત્મા એનાથી ભિન્ન ચૈતન્યમય વસ્તુ છે. અહીં કહે છે-જીવ વાચ્ય એટલે વચનગોચર છે અર્થાત્ વચનથી કહી શકાય છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. જેમ ભગવાન આત્મામાં સ્વપને જાણવાનું સામર્થ્ય છે તેમ વાણીમાં સ્વપ૨ને કહેવાનું સામર્થ્ય છે. હવે કહે છે
*
‘ન તથા ’જીવ વાચ્ય (–વચનગોચર) નથી ‘પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ વચનગોચર નથી એવો જે વિકલ્પ થાય તે નિશ્ચયનયનો પક્ષ છે. શ્રીમમાં આવે છે ને કે
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શકયા નહિ તે પણ શ્રી ભગવાન જો.'
જીવ વચનગોચર નથી, અનુભવગોચર છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પગોચર પણ જીવ નથી. તેથી આવો નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ પણ અહીં નિષેધ્યો છે.
‘કૃતિ’ આમ ‘વિત્તિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘ધૈર્યો:' બે નયોના ‘āૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. આ બંને પક્ષ વિકલ્પ છે અને વસ્તુ નિર્વિકલ્પ છે. બંને નયોના પક્ષપાત રહિત તત્ત્વ ચિસ્વરૂપ છે. તેને તેવું જ અનુભવવું તે ધર્મ છે. એ જ કહે છે
*
‘ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાત રહિત છે ‘તસ્ય’ તેને ‘નિત્યં’ નિરતંર ‘વિક્’ ચિસ્વરૂપ જીવ ‘ હતુ વિસ્ વ મસ્તિ' ચિસ્વરૂપ જ છે.
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com