________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩00 ]
પ્રવચન રત્નાકર ભાગ-૫
* કળશ: ૭૨ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“રજી:' જીવ રાગી છે “ સ્ય' એવો એક નયનો પક્ષ છે. એક જીવ એમ કહે છે કે જીવ રાગી છે, રાગવાળો છે, રાગ એનો સ્વભાવ છે. આ એક વ્યવહારનયનો પક્ષ છે.
ન તથા' જીવ રાગી નથી “પર' એવો બીજા નયનો પક્ષ છે. બીજો જીવ કહે છે કે જીવ રાગી નથી, એના સ્વરૂપમાં રાગ નથી, એ તો વીતરાગ ચૈતન્યમૂર્તિ છે. આ નિશ્ચયનયનો પક્ષ છે.
તિ' આમ “જિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “યો:' બે નયોના “દી પક્ષપાતો' બે પક્ષપાત છે. આવા જે બે પ્રકારે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, બંધનું કારણ છે. હવે કહે છે
૫: તત્ત્વવેતી યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી છે તે પક્ષપાત રહિત છે. “તચ' તેને નિત્ય' નિરંતર વિત’ ચિસ્વરૂપ જીવ “વસુ રિત રવ મસ્તિ' ચિસ્વરૂપ જ છે.
હું અરાગી છું એવો જે વિકલ્પ તેનાથી રહિત થઈને તત્ત્વવેદી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વેદે છે. હું અરાગી છું એવો જે વિકલ્પ છે એ તો દુઃખરૂપ છે. એવા વિકલ્પથી હુઠી જે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને વેદે છે, અનુભવે છે તે સમકિતી ધર્મી છે.
સમ્યજ્ઞાનદીપિકામાં બહુ સરસ વાત કરી છે. વિશ્વમાં છ દ્રવ્ય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા “સપ્તમ્ દ્રવ્ય” છે. એમ કે જગતમાં છ દ્રવ્યો છે એનાથી ભિન્ન હું સપ્તમ્ દ્રવ્ય છું-આવા વિકલ્પના પક્ષને છોડીને પોતાના નિર્મળ આનંદસ્વરૂપનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે.
સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં “અવ્યક્ત 'ના છ બોલ છે. સમ્યજ્ઞાનદીપિકામાં તેના પ્રથમ બોલનો આમ અર્થ કર્યો છે-છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞય છે તે વ્યક્ત છે, તેનાથી ભિન્ન આત્મા સપ્તમ દ્રવ્ય છે તે અવ્યક્ત છે. એમ કે એકકોર રાજા અને એકકોર આખું ગામ; એકકોર ચૈતન્ય મહાપ્રભુ આતમરામ સપ્તમ્ દ્રવ્ય અને એક કોર પોતાથી ભિન્ન વિશ્વના છે દ્રવ્યો. આવો માર્ગ છે, પ્રભુ!
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, એનાથી ધર્મ થશે એ તો જીવને અનાદિનું મિથ્યાશલ્ય છે. જીવ અરાગી છે એ વાત તો સાચી છે, સત્યાર્થ છે, પણ એવો અંદર વિકલ્પ
ઉઠાવવો એ રાગ છે. ધર્મી જીવ આવા બંને પક્ષપાતથી રહિત છે. તેને ચિસ્વરૂપ જીવ નિરંતર ચિસ્વરૂપ જ અનુભવાય છે.
*
સમયસાર ગાથા-૧૪૨ |
[ ૩૦૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com