________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
અહીં કરાવવું છે. રાગ-દ્વેષના પરિણામ જ્ઞાન થવામાં નિમિત્ત છે પણ રાગદ્વેષના પરિણામ તે જીવનું કાર્ય નથી. આત્મા રાગદ્વેષનો કર્તા થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી.
રાગદ્વેષાદિ પરિણામ જીવનીચૈતન્યની જાતિના નથી માટે તેને પુલના પરિણામ કહ્યા છે. ૭રમી ગાથામાં તેને અચેતન જડ કહ્યા છે. ત્યાં ગાથા ૭રમાં કહ્યું છે કે-શુભાશુભ પરિણામ અશચિ છે. ભગવાન આત્મા અત્યંત શચિ છે: પૂણ્ય-પાપના ભાવ જડ આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન છે; પુણ્ય-પાપના ભાવ દુ:ખરૂપ છે, ભગવાન આત્મા સદા આનંદરૂપ છે. અરેરે! એને ખબર નથી કે આત્માને વિજ્ઞાનઘન ભગવાન કહીને બોલાવ્યો છે. માતા બાળકને પારણામાં સુવાડે ત્યારે તેનાં વખાણ કરીને સુવાડે છે. ““મારો દીકરો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો'' એમ પ્રશંસા કરીને સુવાડે છે. જો ઠપકાવે તો બાળક ઘોડિયામાં ન સૂવે. તેમ અહીં ત્રિલોકનાથ તીર્થંકરદેવ અને વીતરાગી સંતો જગતના જીવોને જગાડવા “ભગવાન” કહીને બોલાવે છે. કહે છે
અરે ભગવાન! તું ત્રણલોકનો નાથ છું! આ રાગદ્વેષાદિ પરિણામ છે એ તો પુદ્ગલના પરિણામ છે, તારી ચૈતન્યજાતિની એ ચીજ નથી. આ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ, અચેતન મુગલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા જડની સાથે અભેદ છે તેમ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ પુદ્ગલની સાથે અભેદ છે. સાંભળીને લોકો રાડ નાખી જાય છે! પણ ભાઈ ! જે વ્યવહારરત્નત્રયને તું સાધન માને છે તેને તો અહીં પુદ્ગલના પરિણામ એટલે જડ-અર્ચન કહ્યા છે. તે મોક્ષમાર્ગનું સાધન કેમ હોય ?
અહો ! શ્રી અમૃતચંદ્રાચાર્યદવે શું ગજબ કામ કર્યું છે! આત્મા તો આત્મારામ છે. નિજપદ રમે સો રામ કહીએ.” અતીન્દ્રિય આનંદમાં રમે તે આત્મારામ છે. અને જે રાગમાં રમે તે અનાત્મા હરામ છે. રાગમાં રમે તે આત્મા-રામ નથી, હરામ છે. ૭રમી ગાથામાં રાગને અનાત્મા જડ કહ્યો છે અને જીવ-અજીવ અધિકારમાં દયા, દાન, વ્રત આદિ પરિણામને અજીવ કહ્યા છે.
અહીં પણ એ જ કહે છે કે-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલ સાથે અભિન્નતાના કારણે આત્માથી અત્યંત ભિન્ન છે. અહાહા ! દયા, દાન અને વ્યવહારરત્નત્રયના પરિણામ પુલથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ.
અરે! રળવા-કમાવામાં આ જિંદગી (વ્યર્થ ) ચાલી જાય છે ભાઈ ! કદાચ પાંચ-પચાસ લાખ મળી જશે, પણ મૂળ વસ્તુ (આત્મા) હાથ નહિ આવે, ભાઈ ! આમ ને આમ તું રખડીને મરી ગયો ( દુઃખી થયો) છું! આવી સૂક્ષ્મ વાત સાંભળવા માંડ મળી છે તો ધીરજથી સાંભળીને નિર્ણય કર. અહીં કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com