________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૨ ]
[ ૧૭
આ દષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે-“તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.'
દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તે પુલ પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ પુદગલના પરિણામ છે તેમ પુણ્ય અને પાપ, દયા અને દાન, વ્રત અને ભક્તિ, કામ અને ક્રોધ ઇત્યાદિ ભાવ બધા પુદ્ગલના પરિણામ છે. પહેલાં ગાથા ૯૧માં રાગદ્વેષાદિ ભાવનો કર્તા અજ્ઞાનભાવે આત્મા છે એમ કહ્યું અને અહીં એ પરિણામ જડમાં નાખી દીધા. અહીં તો વિભાવને સ્વભાવથી ભિન્ન કરવો છે ને ! રાગાદિભાવ જીવના સ્વભાવમાં તો નથી અને પરસંગે પુદ્ગલના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે તેથી તે પુદ્ગલના પરિણામ છે એમ કહ્યું છે. પરના સંગમાં ઊભા રહીને ઉત્પન્ન થયેલા પરિણામ પરના જ-પુદગલના જ છે એમ અહીં વાત છે. તે રાગ-દ્વેષ-સુખ-દુઃખ આદિ પરિણામ જીવને જ્ઞાન કરાવવામાં સમર્થ એટલે નિમિત્ત છે. જ્ઞાન તો આત્મા પોતે પોતાથી કરે છે. જ્ઞાનમાં સ્વ-પરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય છે. તેથી
સ્વ-પરનું જ્ઞાન કરનારો જીવ પોતે છે અને તે જ્ઞાનમાં રાગદ્વેષાદિ પર પદાર્થ નિમિત્ત છે. એટલે રાગાદિને જાણનારી જ્ઞાનની અવસ્થા પોતાથી થઈ છે, રાગાદિથી થઈ છે એમ નથી.
ભાઈ ! ખૂબ શાંતિ અને ધીરજ કેળવી સાંભળવા જેવી આ સૂક્ષ્મ વાત છે. શીત-ઉષ્ણ અવસ્થા પદગલથી અભિન્ન છે. તે શીત-ઉષ્ણ અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. શીત-ઉષ્ણ અવસ્થા જ્ઞાનની પર્યાયની કર્તા નથી, અને જ્ઞાનની પર્યાય શીત-ઉષ્ણ અવસ્થાની કર્તા નથી. તેમ ભગવાન આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ તથા હિંસા, જૂઠ, ચોરી આદિના પરિણામ અને સુખ-દુઃખની જે કલ્પના થાય તે સઘળા પુદ્ગલના પરિણામ છે; કેમકે તે શુદ્ધ ચૈતન્યની-આત્માથી જાત નથી. પુણ્ય-પાપના પુદ્ગલપરિણામ તે પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી તે પરિણામ સદાય ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિનપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય પ્રભુ આનંદનો નાથ છે. તેના દ્રવ્ય-ગુણમાં તો રાગ નથી. પર્યાયમાં જે રાગ થાય છે તેને અહીં પુદ્ગલના પરિણામમાં નાખ્યા છે. નિમિત્તને આધીન થતાં જે દયા, દાન, કામ, ક્રોધાદિ શુભાશુભ ભાવ થાય તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલથી અભિન્ન-એકમેક છે. આત્માથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. અજ્ઞાની પુણ્ય-પાપ આદિ ભાવોનો અજ્ઞાનભાવે કર્તા છે, પણ જ્ઞાન થતાં જ્ઞાની તે પુદ્ગલપરિણામનો કર્તા નથી એમ અહીં સિદ્ધ કરવું છે. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com