________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૨૯૩
પં. શ્રી ટોડરમલજીનો હાથીના પગ નીચે ચગદાઈને દેહ-વિલય થયો. હાથી પગ ઉપાડતાં અચકાયો. ત્યારે ૫. ટોડરમલજીએ હાથીને સંબોધન કરી કહ્યું -અરે હાથી ! રાજાનો હુકમ છે, તું શા માટે ડરે છે? તારા સ્વામીના હુકમનું પાલન કર. અહા! હાથીએ પગ ઉપાડયો ત્યાં ક્ષણમાં દેહ છૂટી ગયો. બસો વર્ષ અગાઉ કેવો કરુણ બનાવ બની ગયો ! અરે કોઈ જૈન તે રોકવા હાજર નહીં! સમકિતી ઇન્દ્ર પણ હાજર ન થયો! અરે ભાઈ ! ક્રમબદ્ધમાં દેહની જે સ્થિતિ થવાની હોય તે ત્યાં થાય. તેને ફેરવવા કોણ સમર્થ છે? કોઈ નહિ. સ્વરૂપના ભાન
સહિત સમભાવપૂર્વક ક્ષણમાં દેહ છૂટી ગયો. અહીં કહે છે ભગવાન તે નયપક્ષના વિકલ્પો હેઠળ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માને ચગદી નાખ્યો છે. ભાઈ ! હું એક છું, અબંધ છું, પવિત્રતાનો પિંડ છું-એવો નયપક્ષનો જે વિકલ્પ છે તે રાગ છે અને તે આત્માની શાંતિને દઝાડનારો છે; તો પછી અન્ય સ્થૂળ વિકલ્પોનું તો શું કહેવું?
જેમણે નયપક્ષને છોડી દીધા છે તેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે. નયપક્ષના વિકલ્પને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે, અને નયપક્ષને છોડીને જે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે અંતરાત્મા છે. વસ્તુ સહજાનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે. તેની સન્મુખ થતાં સ્વરૂપમાં ગુપ્ત થવાય છે. જેઓ સ્વરૂપમાં ગુમ થઈને રહે છે તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે. વિકલ્પ છે એ તો અશાંતિ છે. હું શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું –એવો જે વિકલ્પ છે તે અશાંતિ છે. વિકલ્પ મટતાં શાંતિ છે.
ભગવાન આત્મા શાંતરસનો સાગર છે. તેમાં નિમગ્ન થઈને, ડૂબકી મારીને જ્ઞાનીનું ચિત્ત શાંત-શાંત થયું છે. આ સમકિતીની ક્રિયા છે. ધર્મીને અશાંતિ છૂટીને શાંતિ પ્રગટ થઈ છે અને એવા થયા થકા તે સાક્ષાત્ અમૃતને પીએ છે. છે ને-“તે છવ સાક્ષાત અમૃd fપંવિત્તિ'તેઓ જ-જેઓ નયપક્ષરહિત થયા છે તેઓ જ વિકલ્પરહિત થઈને સાક્ષાત્ અમૃતને પીએ છે. અહાહા..! ભગવાન આત્મા નિત્ય અમૃતસ્વરૂપ છે તેમાં એકાગ્ર થઈને તેઓ સાક્ષાત્ અમૃતને અનુભવે છે, પર્યાયમાં નિરાકુળ આનંદને અનુભવે છે. આ જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ધર્મ
ભાઈ ! આ ભવનો અભાવ કરવાનો અવસર છે. ભગવાન ફરમાવે છે કે આ ભવ અનંતભવના અભાવ માટે છે. તો તારું સ્વરૂપ છે ત્યાં તું જા ને! તારામાં પરવસ્તુ નથી. દયા, દાન આદિનો રાગ પણ નથી અને નયપક્ષના વિકલ્પ પણ તારા સ્વરૂપમાં નથી. હું આવો છુંએવો વિકલ્પ પણ તારી ચીજમાં કયાં છે? પ્રભુ! તું તો નિર્વિકલ્પ સહજાનંદસ્વરૂપ-એકલા આનંદનો સમુદ્ર છો. સર્વ વિકલ્પ છોડીને તેમાં ડૂબકી લગાવ, તેમાં જ મગ્ન થઈ જા. એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની ક્રિયા છે. ધર્મી જીવો આ રીતે જ સાક્ષાત્ અમૃત પીએ છે, પ્રત્યક્ષ અમૃતનું પાન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com