________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
આચાર્ય કહે છે કે નયપક્ષના ત્યાગની ભાવનાને કોણ ન નચાવે? આમ કહીને હવે તે સંબંધી ૨૩ કળશરૂપ કાવ્ય કહે છે –
* કળશ ૬૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
જે સ્વ' જેઓ “નયપક્ષપાત મુસ્વા' નયપક્ષપાતને છોડી–એટલે કે હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, અબદ્ધ છું-ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તેનો ત્યાગ કરી “સ્વરુપાક્ષ:' સ્વરૂપમાં ગુપ્ત થઈ ‘નિત્યમ' સદા ‘નિવસન્તિ' રહે છે “તે વ’ તેઓ જ વિવેeત્પનાખ્યુતશત્તિપિત્તા:' જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, ‘સાક્ષાત અમૃત પિવત્તિ' સાક્ષાત્ અમૃતને પીએ છે.
જુઓ, હું એક છું, અબદ્ધ છું ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તે નયપક્ષનો વિકલ્પ છે. તેનો જે ત્યાગ કરે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત થઈને રહે છે. જુઓ, આ ત્યાગ. બાહ્ય ચીજનાં ગ્રહણત્યાગ તો સ્વરૂપમાં છે નહિ. અહીં તો એક સમયની અવસ્થામાં જે નયપક્ષના વિકલ્પ ઊઠે છે તેના ત્યાગની ભાવનાની વાત છે.
બાપુ! જેના ફળરૂપે સ્વરૂપનો સ્વાદ-એકલા અમૃતનો અનુભવ થાય તે ચીજ કોઈ અલૌકિક છે! તે બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. નિમિત્તાધીનદષ્ટિવાળાને વાત આકરી લાગે પણ માર્ગ તો આ જ પરમ સત્ય છે. નિમિત્ત નિમિત્ત તરીકે છે. (નિમિત્તની કોણ ના પાડે છે?) પણ ઉપાદાનની અપેક્ષાએ, સ્વની અપેક્ષાએ તે અસત્ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાન વિના દયા, દાન, વ્રત, તપના રાગ વડે ધર્મ માને પણ એ બધું સંસાર ખાતે છે, ભાઈ ! અહીં કહે છે-હું બદ્ધ છું, હું અબદ્ધ છું-એવા નયપક્ષોને જે સમસ્ત ત્યાગે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત રહે છે. અહા ! ભગવાન આત્મા બદ્ધ-અબદ્ધના વિકલ્પથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી તો દયા, દાન ઇત્યાદિના વિકલ્પથી તે કેમ પ્રાપ્ત થાય? માર્ગ સૂક્ષ્મ છે, ભાઈ ! પણ પ્રથમ સાચો નિર્ણય તો કરવો પડશે ને ?
જુઓ, કંદમૂળની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. પ્રત્યેક જીવ એક શ્વાસમાં ૧૮ ભવ કરે છે. એક શ્વાસમાં ૧૮ વખત જન્મમરણ કરનાર નિગોદના જીવના દુઃખની શી વાત ! એ તો અકથ્ય છે. એવા અકથ્ય દુઃખથી છૂટવાના ઉપાયની આ વાત છે. પર્યાયમાં દુઃખ છે અને સ્વરૂપ દુઃખ-મુક્ત છે-એ બને નયપક્ષ છે, વિકલ્પ છે અને એ બન્ને વિકલ્પનો જાણનાર આત્મા છે. સ્વદ્રવ્યની દૃષ્ટિમાં જતાં બંને વિકલ્પ છૂટી જાય છે. ચૈતન્યસ્વરૂપની દષ્ટિ થતાં વિકલ્પ છૂટી જાય છે તો તેને છોડ છે, ત્યાગે છે એમ કહેવામાં આવે છે.
આનંદનો નાથ પ્રભુ આત્મા છે. તેને, જેમ ઘાણીમાં તલ પીલાય તેમ, રાગથી પીલી નાખ્યો છે. જડકર્મે તેને પીલ્યો છે એમ નથી. આ વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ છે તેને તે વિકલ્પના પક્ષમાં રગદોળી નાખ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com