________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ततः किम्
ગાથા-૧૪૨
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खादिक्कंतो पुण भण्णदि जो सो समयसारो ।। १४२ ।।
कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम् । पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः ।। १४२ ।।
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, - એમ હવે ગાથામાં કહે છેઃ
ભાવાર્થ:
છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘ સમયનો સા૨ ’ છે. ૧૪૨.
ગાથાર્થ:- [ નીવે] જીવમાં [ર્મ] કર્મ [વશ્વમ્] બદ્ધ છે અથવા [ગલ્લું] અબદ્ધ છે– [ä તુ] એ પ્રકારે તો [નયપક્ષસ્] નયપક્ષ [ નાનીòિ] જાણ; [પુન: ] પણ [ ય: ] જે [ પક્ષાતિાન્ત: ] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો ) [મળ્યતે ] કહેવાય છે [સ: ] તે [ સમયસાર: ] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.
ટીકા:- ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે) -જે ‘ જીવમાં કર્મ બદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિમતો નથી, અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે ‘ જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે' એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે –અનુભવે છે.
:- જીવ કર્મથી ‘ બંધાયો છે’ તથા ‘નથી બંધાયો’–એ બન્ને નયપક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com