________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. પરસ્પર નિમિત્તરૂપ સંબંધથી જોતાં જીવ અને કર્મને સંબંધ નથી એમ નથી, વર્તમાન બંધપર્યાયથી જોતાં બન્નેને સંબંધ છે. ભગવાન ચૈતન્ય-સૂર્ય અને જડકર્મ-એ બેને નિમિત્તરૂપ બંધ અવસ્થાથી જોતાં વ્યવહારથી તે કાળે ભિન્નતાનો અભાવ છે. તેથી જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે એવો વ્યવહારનયનો એક પક્ષ છે. હવે કહે છે
“જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે.”
જીવદ્રવ્ય અને પુદ્ગલકર્મ એ બેને અનેકદ્રવ્યપણું એટલે ભિન્ન દ્રવ્યપણું છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને જડસ્વભાવ એવું પુદ્ગલકર્મ એ બન્ને ભિન્ન દ્રવ્યો છે. આત્મા ભિન્ન છે અને પુદ્ગલ ભિન્ન છે-એમ ભિન્ન દ્રવ્યપણાથી જોતા બેને અત્યંત ભિન્નતા છે; બે એક નથી. બેને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. ભગવાન આત્મા કર્મના સંબંધથી રહિત છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે.
અહાહા..! શું કહે છે આ? કે આત્મા કર્મથી અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે એ વિકલ્પ છે. આગળ કહેશે-વ્યવહારનો નિષેધ તો કરાવતા આવ્યા છીએ પણ હવે નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરાવવામાં આવે છે. જુઓ, નિશ્ચયનયનો જે પક્ષ છે તે વિકલ્પ છે એમ દર્શાવીને તેનો નિષેધ કરવાની વાત અહીં કહે છે.
પ્રશ્ન- તો “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની '” એમ કહ્યું છે ને?
ઉત્તર:- હા, (ગાથા ૨૭ર માં) કહ્યું છે; પણ એ બીજી વાત છે. વસ્તુ અખંડ એક જ્ઞાયકસ્વરૂપ છે. તેના આશ્રયે જ મુનિવરો નિર્વાણને પામે છે. ત્યાં નિશ્ચયનય એટલે વિકલ્પની વાત નથી પણ નિર્વિકલ્પની વાત છે. વસ્તુ શુદ્ધ ચૈતન્યાનસ્વરૂપ જે આત્મા તેનો આશ્રય લેતાં મુક્તિ થાય છે. તેને નિશ્ચયનયના આશ્રયે મુક્તિ થાય છે એમ ત્યાં કહ્યું છે. અહીં જે વાત છે એ તો વ્યવહાર અને નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પોની વાત છે. સમજાણું કાંઈ ?
શરૂઆતમાં વિચાર કરનારને આવા વિકલ્પ આવે છે. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ એકલા જ્ઞાન અને આનંદના દળસ્વરૂપ વસ્તુ છે અને પુદ્ગલકર્મ જડ-અચેતન અજીવ વસ્તુ છે. બન્નેને ભિન્નતા છે. બન્ને એક નથી. તેથી ભગવાન આત્મા કર્મથી અબદ્ધસ્પષ્ટ છેઆવા નિશ્ચયનયના પક્ષનો વિચાર આવે છે. પણ એ વિકલ્પ છે, રાગ છે; અને આ વિકલ્પનો જે કર્તા થાય તે મિથ્યાદષ્ટિ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આત્મા પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ અબદ્ધસ્પષ્ટ છે એવો શુદ્ધનયનો, અભેદનયનો-નિશ્ચયનો જે પક્ષ છે તે પણ એક વિકલ્પ છે. તે વિકલ્પથી શું? આવો નિશ્ચયનયનો પક્ષ છે પણ તેથી શું સાધ્ય છે? ભગવાન! તું આટલે સુધી આવ્યો પણ તેથી શું? એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com