________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૩૭–૧૩૮
वात्पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणाम:
जइ जीवेण सह चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो । एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा ।। १३७ ।।
एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो ।। १३८ ।।
यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः । एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापन्नौ ।। १३७ ।।
एकस्य तु परिणामः पुद्गलद्रव्यस्य कर्मभावेन । तज्जीवभावहेतुभिर्विना कर्मणः परिणामः ।। १३८ ।।
જીવથી જુદું જ પુદ્દગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ
જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને, તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭.
પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને, જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮.
ગાથાર્થ:- [વિ] જો [પુાતદ્રવ્યષ] પુદ્દગલદ્રવ્યને [ નીવેન સહ ધૈવ] જીવની સાથે જ [ર્મવરિનામ: ] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો [vi] એ રીતે [પુશન-નીવૌ દૌ અપિ] પુદ્દગલ અને જીવ બન્ને [વસ્તુ] ખરેખર [ર્મત્વમ્ આપના] કર્મપણાને પામે. [g] પરંતુ [ ર્મમાવેન ] કર્મભાવે [ પરિણામ: ] પરિણામ તો [પુજ્ઞાતવ્યસ્ય ૪ ] પુદ્દગલદ્રવ્યને એકને જ થાય છે [ તત્] તેથી [ નીવમાવòતુમિ: વિના] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જાદું જ [ ર્મળ: ] કર્મનું [ પરિણામ: ] પરિણામ છે.
ટીકા:- જો પુદ્દગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે–એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com