________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૩૨-૧૩૬ ]
[ ૨૬૧
પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મના ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્યણવર્ગણાગત પુદ્દગલદ્રવ્ય કર્મભાવે સ્વયમેવ પરિણમે છે અને જીવમાં નિબદ્ધ થાય છે, ત્યારે જીવ સ્વયમેવ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે. કર્મના ઉદયને લઈને જીવને વિકારી ભાવ થાય છે એમ નથી. જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે મિથ્યાત્વાદિ ભાવોનો હેતુ થાય છે.
આત્મા શુદ્ધ જ્ઞાયક તે સ્વ અને રાગ ૫૨-એ બન્નેના એકપણાનો અજ્ઞાનીને ચિરકાળથી અધ્યાસ છે. અહીં કહે છે જૂનાં કર્મના ઉદયકાળે જ્યારે નવાં કર્મ જીવમાં બંધાય છે ત્યારે સ્વપરના એકત્વના અધ્યાસને કારણે જીવ સ્વયમેવ તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે અને તે ભાવનો પોતે જ હેતુ થાય છે. નવાં કર્મ બંધાય તેનો જીવ હેતુ નથી.
જૂનાં કર્મનો ઉદય આવ્યો તે નવા કર્મબંધનમાં હેતુ છે. અજ્ઞાનીને રાગ-શુભરાગ ગળે વળગ્યો છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સાથે ક્ષણિક રાગના ભાવને એક માની પરિણમતાં તેને થતા વિકારના પરિણામ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે; ત્યારે જૂનાં કર્મ નવા કર્મબંધમાં હેતુ થાય છે એમ કહેવામાં આવે છે. વિકારના પરિણામ છે તે જીવનો સ્વભાવ નથી, માટે કહ્યું કે જૂનાં કર્મનો ઉદય નવા કર્મબંધનો હેતુ છે. પણ કોને ? જે પોતાના ચૈતન્યસ્વભાવને ભૂલીને વિભાવપણે પરિણમે છે એવા મિથ્યાદષ્ટિને જૂનાં કર્મનો ઉદય નવા બંધનો હેતુ બને છે. આવી વાત છે.
* ગાથા ૧૩૨ થી ૧૩૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્દગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે.
તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્યણવર્ગણારૂપ નવાં પુદ્દગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.’
જીઓ, કર્મનો ઉદય આવે માટે જીવને વિકાર કરવો જ પડે એ વાત જૂઠી છે. વળી કર્મ ખસે તો ધર્મ થાય એ વાત પણ બરાબર નથી. વિકારરૂપે જીવ સ્વયં પરિણમે છે અને ધર્મના પરિણામ પણ સ્વયં પોતાથી પ્રગટ થાય છે. કર્મનું નિમિત્ત હો, પણ જીવના પરિણામ સ્વયં પોતાથી થાય છે. જીવ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી વિકા૨ીભાવરૂપ મિથ્યાત્વાદિ રાગ-દ્વેષમોહરૂપ ભાવે પરિણમે છે, અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com