________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૨૧ થી ૧૨૫
जीवस्य परिणामित्वं साधयति
ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि।। १२१ ।।
अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।।१२२ ।।
पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं। तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो।।१२३ ।।
अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा।।१२४ ।।
कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा।
माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो।।१२५ ।। હવે જીવનું પરિણામપણે સિદ્ધ કરે છે:
કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧.
ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૨૨.
જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે ? ૧૨૩.
અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં-
મિથ્યા બને. ૧૨૪.
ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com