________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
* ગાથા ૧૧૬ થી ૧૨૦: ટીકા ઉપરનું પ્રવચન *
જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?)
જુઓ, અજ્ઞાની જેવો વિકારભાવ કરે છે તે અનુસાર ત્યાં કર્મબંધન થાય છે. તે કર્મબંધન પુદ્ગલના પરિણમનની યોગ્યતાથી થાય છે. આત્માએ વિકાર કર્યો માટે એનાથી કર્મબંધન થયું એમ છે નહિ.
વળી. જીવ પોતામાં પણ-પાપના ભાવ રચે તે સ્વતંત્રપણે રચે છે. તેમાં કર્મની અપેક્ષા નથી. જીવ શુભાશુભ વિકારભાવે પરિણમે છે તે પોતાના પકારકની ક્રિયાથી પરિણમે છે. વિકાર પરિણામનો કર્તા વિકાર પોતે, કર્મ પોતે, વિકારનું સાધન પોતે, વિકાર કરીને પોતાને આપે તે સંપ્રદાન પોતે, વિકાર પોતામાંથી થયો તે અપાદાન પોતે અને વિકારનું અધિકરણ પણ પોતે-એમ પોતાના પકારકની ક્રિયાથી વિકાર ઉત્પન્ન થાય છે. તેવી રીતે જે જડ કર્મની પ્રકૃતિ બંધાય તે પણ તેના પોતાના પારકની ક્રિયારૂપ પરિણમનથી બંધાય છે. અહીં સાંખ્યમતવાળાને પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સમજાવે છે.
કહે છે-જો પુદ્ગલદ્રવ્ય કર્મભાવે સ્વયમેવ ન પરિણમે તો તે અપરિણામી જ ઠરે. પરિણમીને (પર્યાયપણે) બદલવાનો જો તેનો સ્વભાવ ન હોય તો તે અપરિણામી એટલે કૂટસ્થ સિદ્ધ થાય. એમ થવાથી સંસારનો અભાવ થાય, કેમકે સંસારનું નિમિત્ત જે કર્મરૂપ પર્યાય તે નહિ હોતાં જીવને સંસારનો અભાવ સિદ્ધ થશે. જડ કર્મના પુદ્ગલો સ્વયમેવ કર્મરૂપે ન પરિણમે તો વિકારના નિમિત્તનો અભાવ થઈ જશે, નિમિત્તના અભાવમાં વિકાર પણ રહેશે નહિ, અને વિકાર ન રહું તો સંસારનો અભાવ થઈ જશે. પુદગલદ્રવ્ય જો સ્વયમેવ ઉમેરૂપ ન પરિણમ તો જીવ કર્મરહિત થઈ જશે. કર્મરહિત જીવને સિદ્ધ કહેવામાં આવે છે. તો સંસાર તો રહેશે નહિ; તો પછી સંસાર કોનો?
અહીં જો એમ તર્ક કરવામાં આવે કે- “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી,'' તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે:-શું જીવ સ્વયે અપરિણમતા પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે કે સ્વયં પરિણમતાને?
પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જો ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com