________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯૧
अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन परिणमतीत्याह
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ।। ९१ ।।
यं करोति भावमात्मा कर्ता स भवति तस्य भावस्य। कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलं द्रव्यम्।। ९१ ।।
હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે:
જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.
ગાથાર્થઃ- [ માત્મા] આત્મા [ ૬ ભાવન્] જે ભાવને [ રોતિ] કરે છે [તચી ભાવ ] તે ભાવનો [:] તે [ વર્તા] કર્તા [ ભવતિ] થાય છે; [તસ્મિન] તે કર્તા થતાં [પુતં દ્રવ્યન્] પુદ્ગલદ્રવ્ય [સ્વયં] પોતાની મેળે [કર્મવં] કર્મપણે [પરિણમતે] પરિણમે છે.
ટીકાઃ- આત્મા પોતે જ તે પ્રકારે (તે રૂપે) પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કર્તા થાય છે-સાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે:-જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (અર્થાત્ સાધકને સાધવાયોગ્ય ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે; તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને (કર્મરૂપે પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.
ભાવાર્થ-આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com