________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
રમકડાનો મોટો વેપારી હોય તો લોકો કહે કે આ રમકડાનો રાજા છે. અહીં કહે છેભગવાન! તું જ્ઞાતાદષ્ટાસ્વરૂપ ચૈતન્યરાજા છો. રાગનો પણ તું રાજા નહિ તો રમકડાના રાજાની વાત કયાં રહી? જુઓ, આચાર્યદેવ સ્વતત્ત્વ અને પરતત્ત્વની ભિન્નતા બતાવી ભેદજ્ઞાન કરાવે છે. રાગના ભાવને પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં જાણનાર ભેદજ્ઞાની જીવ રાગનો ર્તા નથી, જ્ઞાતાદેણા જ છે. વિકલ્પ છે તે રાગ છે અને હું જ્ઞાયક છું એમ ભેદજ્ઞાનની કરવતથી બન્નેને જ્ઞાનીએ ભિન્ન પાડી દીધા છે. તે જ્ઞાનીના જ્ઞાનમાં રાગ અને રાગના નિમિત્તે બંધાતું કર્મ નિમિત્તમાત્ર છે.
અજ્ઞાની રાગનો સ્વામી થાય છે. તેનો તે રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. લોકો માને છે કે વ્યવહારથી ધર્મ થાય. તેને કહે છે કે પ્રભુ! તું સાંભળ તો ખરો. વ્યવહાર તો જ્ઞાનમાં પરયપણે જણાય છે. તેનાથી ધર્મ કેમ થાય? મહાવ્રતાદિ વ્યવહારરત્નત્રયના પરિણામ જ્ઞાનીના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં પરયપણે નિમિત્ત માત્ર છે. એનાથી નિશ્ચય ધર્મ કેમ પ્રગટે? ન પ્રગટે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પોતાના જ્ઞાનસ્વરૂપનું જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ. તે સમયે જ્ઞાનીને રાગ ભલે આવ્યો; તે રાગ અને જે નવું કર્મબંધન થયું તેને જ્ઞાની જાણે જ છે, કરતો નથી. તે રાગ અને કર્મની પર્યાય જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્તમાત્ર
છે.
વેદનીયકર્મની જડ પ્રકૃતિનો કર્તા જડકર્મ છે. શાતાદનીય કર્મ બંધાય તે પરમાણુની તત્કાલિન યોગ્યતા અને ઉત્પત્તિ કાળ છે. શુભરાગ થયો માટે શાતાવેદનીય કર્મ બંધાયું છે એમ નથી. તે કાળે જ્ઞાની રાગ અને કર્મથી પોતાને ભિન્ન જાણે છે. જ્ઞાનીને જે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેમાં શુભરાગ અને શાતાવેદનીય કર્મ નિમિત્ત કહેવામાં આવે છે.
પરને દુઃખ દેવાનો જે ભાવ થયો તે ભાવના નિમિત્તે અશાતાવેદનીય કર્મ બંધાય છે. તે ભાવ આસ્રવ છે. આસ્રવ અને આત્માને એક માને તે અજ્ઞાનીના પરિણામ અશાતા વેદનીયના બંધમાં નિમિત્ત છે.
પ્રથમ સ્વર્ગ-સૌધર્મસ્વર્ગમાં ૩ર લાખ વિમાન છે. તેનો ઇન્દ્ર અને ઇન્દ્રાણી શચી બને સમકિતી છે. તેઓ એક ભવ કરીને મોક્ષ જવાનાં છે. તે જાણે છે કે આ ૩ર લાખ વિમાન છે તે પરદ્રવ્ય છે. દેવના વૈભવ પ્રતિ લક્ષ જતાં રાગ થાય તે આસ્રવ છે. પરંતુ તે જ્ઞાની છે; તો જે રાગ આવ્યો તેને જાણે જ છે. પોતાને જે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું છે તે જ્ઞાનમાં રાગ અને પરદ્રવ્ય પરયપણે માત્ર જણાય છે. તો રાગ અને પરદ્રવ્ય જ્ઞાનમાં નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. અહા! ઉપાદાન અને નિમિત્તનું સ્વરૂપ તો જુઓ! બને તદ્દન સ્વતંત્ર છે.
અગ્નિથી પાણી ઊનું થયું અને કુંભારે ઘડો કર્યો એમ માનનાર મૂઢ મિથ્યાષ્ટિ છે કેમકે તેઓ રાગ અને પરદ્રવ્યને પોતાનાથી એકપણે માને છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com