________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૦૧ ]
[ ૧૨૩
કરતો નથી, જાણે જ છે. પોતાને-સ્વને અને રાગને-પરને જાણતું સ્વપરપ્રકાશક જ્ઞાન તેને પોતાથી પ્રગટ થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે.
જુઓ, સર્વ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. -શાતાવેદનીય કર્મ જે બંધાય છે તે જડ પુલની પર્યાય છે. એ અજીવ તત્ત્વ છે. -દયા, દાન આદિ અનુકંપાનો રાગ થાય તે વિકારી ભાવ આસ્રવ તત્ત્વ છે. -રાગથી ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકતત્ત્વ છે તે જીવતત્ત્વ છે. -રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તે રાગનો કર્તા થાય છે. તે રાગ અને
આત્માને અભિન્ન એક માનનાર મિથ્યાદષ્ટિ મૂઢ જીવ છે. -રાગ અને આત્માને જેણે એક માન્યા છે તે અજ્ઞાનીનો શુભરાગ, તે સમયે શતાવેદનીય કર્મ જે બંધાય તેમાં નિમિત્ત હોય છે તેથી અજ્ઞાનીના તે શુભરાગને તેનો (જડકર્મનો) નિમિત્તકર્તા કહેવામાં આવે છે. -જ્ઞાનીને સ્વભાવની દષ્ટિ થઈ છે. કર્મબંધ અજીવતત્ત્વ છે, રાગ આસ્રવ તત્ત્વ છે અને પોતે એનાથી ભિન્ન જ્ઞાયતત્ત્વ છે એમ તેને ભેદજ્ઞાન પ્રગટ હોવાથી તે સર્વને ભિન્ન ભિન્ન જાણે છે. તેથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા જ છે અને તેના જ્ઞાનમાં રાગ અને જડ કર્મની પર્યાય નિમિત્ત થાય છે.
અહો ! આચાર્યદવે ગજબ વાત કરી છે. ૩ર-૩૩ ગાથામાં સોળ બોલ હતા. અહીં કર્મના આઠ બોલ વધારે છે; ૨૪ બોલ છે. ભાઈ ! શાંતિથી સમજવું. કેટલાક રાડ પાડે છે કે “એકાન્ત છે, એકાન્ત છે;” અરે ભાઈ ! આ ચીજ શું છે તેની તને ખબર નથી. આ એકાન્ત છે પણ સમ્યક એકાન્ત છે.
“વળી એવી જ રીતે “જ્ઞાનાવરણ '' પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.'
દર્શનાવરણીય' નામની એક જડકર્મની પ્રકૃતિ છે. પરમાણુમાં તે સમયે તે પ્રકૃતિ થવાની યોગ્યતાથી તે પર્યાય થઈ છે. તે સમયે દર્શનદોષ પોતામાં ઉત્પન્ન કરી તેનો જે કર્તા થાય છે તે દર્શનદોષ અને આત્માને એક માને છે. તે દર્શનદોષ દર્શનાવરણીય કર્મના બંધમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
ધર્મી જીવ સાત તત્ત્વને ભિન્ન ભિન્ન જાણે છે. અજીવ, આસ્રવ અને આત્મા ત્રણેને ભિન્ન ભિન્ન જાણે છે. અહીં ત્રણની મુખ્ય વાત છે. જ્ઞાનીને રાગ અને પરથી હું ભિન્ન જ્ઞાયક તત્ત્વ છું એમ ભેદજ્ઞાન થયું છે. રાગ અને પર અજીવ પદાર્થ હું નહિ; હું તો જ્ઞાતાદૃષ્ટા છું. આવા જ્ઞાતાદરાના જ્ઞાનપરિણમનમાં રાગ અને દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com