________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ર ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૫
પ્રસંગ બનતાં જગતનાં જેટલાં કાર્યો થાય ત્યાં તેને હાજર રહેવું પડે એવો દોષ આવે. તો
છે શું? નિમિત્ત કોણ? ૩. જીવના અનિત્ય એવા યોગ અને ઉપયોગ એટલે કે રાગ તે પરદ્રવ્યના કાર્યકાળ એમાં
નિમિત્ત કહેવામાં આવે છે.
હવે કહે છે-“(રાગાદિ વિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્ય-સ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.”
નિમિત્ત છે તો કાર્ય થયું એ વાત તો ઉડાડી દીધી, પણ પરનાં કાર્યોમાં આત્મા નિમિત્ત થાય એ વાત પણ અહીં ઉડાડી દીધી છે. રાગ અને જોગનો ભાવ તે કાર્યમાં તે કાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ કોના? કે જે રાગ અને જોગનો કર્તા છે એવા અજ્ઞાનીના.
આ ગાથા બહુ ઊંચી છે. ભગવાનથી સિદ્ધ થયેલી, ત્રણલોકના નાથ કેવળી ભગવાને દિવ્યધ્વનિમાં કહેલી આ વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એ વાત ત્રણકાળમાં નથી. વળી આત્મદ્રવ્ય પરના કાર્યમાં નિમિત્તકર્તા પણ નથી. એ વાત અહીં સિદ્ધ કરી છે. વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય થતી પરિણતિ પોતાથી થાય છે. પરદ્રવ્યના પરિણામનો કર્તા ભગવાન આત્મા નથી. વળી પારદ્રવ્યમાં જે પરિણામ થાય એનો ભગવાન આત્મા-ત્રિકાળી દ્રવ્ય નિમિત્તકર્તા પણ નથી. કાર્ય તો તેના કાળે પોતાથી થાય છે. તો તેમાં નિમિત્ત કોણ છે? તો કહે છે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ પદ્રવ્યસ્વરૂપ કર્મના નિમિત્તપણે કર્તા છે.
લગ્ન વખતે જેમ માંડવા રોપે તેમ આચાર્યદવે અહીં મોક્ષના માંડવા રોપ્યા છે. આ પર્યુષણ પર્વ શરૂ થાય છે. તેમાં દશલક્ષણધર્મની વિશેષ આરાધના કરવાના આ મંગળ દિવસો છે. આત્માના અનુભવ સહિત ક્ષમા કરવી તેને ઉત્તમક્ષમા કહે છે. તે ઉત્તમક્ષમાવત ધર્મી જીવ પદ્રવ્યના કાર્યકાળે તેમાં નિમિત્તકર્તા પણ નથી. શુદ્ધ દ્રવ્ય નિમિત્તકર્તા નથી તેથી શુદ્ધ દ્રવ્યની જેને દષ્ટિ થઈ છે તે ધર્મીની શુદ્ધ દષ્ટિ પણ નિમિત્તકર્તા નથી, કેમકે તે જોગ અને રાગની ક્રિયાના સ્વામી નથી, કર્તા નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ !
અહો! આચાર્યદવે અતિ ગંભીર વાત કરી છે! ભગવાન ત્રણલોકના નાથના શાસનમાં પ્રસિદ્ધ થયેલો આ ઢંઢેરો આચાર્યદવ જગત પાસે જાહેર કરે છે. કહે છે–ભગવાન ! તું આત્મા છો; પરથી તું ભિન્ન અને પર તારાથી ભિન્ન એવો પ્રભુ! તું આત્મા છો; કોઈ પણ પરદ્રવ્યનુ તું કાર્ય કરે એ કદી બની શકે નહિ. એ તો બરાબર, પણ પરદ્રવ્યનું જે કાર્ય પદ્રવ્યથી થયું તેમાં તારું આત્મદ્રવ્ય નિમિત્ત કર્તાપણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com