________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૦૦ ]
[ ૧૧૧
આ તો સર્વજ્ઞ પ્રભુ કેવળીના મારગડા છે! ન્યાયથી વિચારે તો બેસી જાય એવું છે. કહે છેભગવાન! તારું જે આત્મદ્રવ્ય છે તે જગતના કાર્યકાળે જો નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે; રાગથી ભિન્ન પડવાનો કદી અવસર પ્રાપ્ત થશે જ નહિ. તો કઈ રીતે છે? કોણ નિમિત્ત છે? તે હવે કહે છે
‘ અનિત્ય ( અર્થાત્ સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (૫૨દ્રવ્યસ્વરૂપ કર્મના ) કર્તા છે.’
યોગ એટલે પ્રદેશોનું કંપન અને ઉપયોગનો અર્થ અહીં રાગ કરવો. યોગ અને ઉપયોગ અનિત્ય છે, તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. તે યોગ અને ઉપયોગ પદ્રવ્યસ્વરૂપ કર્મના નિમિત્તપણે કર્તા છે એમ અહીં કહે છે.
૧. ઘડો માટીથી તેના કાર્યકાળે બને છે, કુંભારથી ઘડો બનતો નથી.
૨. ઘડાના કાર્યકાળે કુંભારના આત્માને નિમિત્ત કહો તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી પડે. એમ પણ નથી.
તો કઈ રીતે છે? તે કહે છે
૩. અનિત્ય એટલે સર્વ અવસ્થાઓમાં જે વ્યાપતા નથી એવા કંપન અને રાગાદિ પરિણામનો જે કર્તા થાય છે એવો અજ્ઞાની તે પરદ્રવ્યના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ૪. ત્યાં માટીમાં જે ઘડારૂપ કાર્ય થયું તે તો માટીથી જ થયું છે, નિમિત્તથી નહિ.
તેવી રીતે રોટલી, વસ્ત્ર, મકાન, વાસણ, ભાષા, અક્ષર ઇત્યાદિ જે કાર્યો થાય છે તે પુદ્દગલ પરમાણુનાં કાર્ય છે. તે કાર્યમાં આત્મદ્રવ્ય જો નિમિત્ત હોય તો નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવી જાય. જ્યાં જ્યાં પરનાં કાર્ય થાય ત્યાં ત્યાં નિમિત્તપણે કર્તાની હાજરી અનિવાર્ય થઈ જાય. ન્યાયથી વાત છે ને? તો કેવી રીતે છે? તો કહે છે કે જીવના યોગનું કંપન અને રાગ એટલે ઇચ્છારૂપ ભાવ તે પરના કાર્યકાળે તેના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કાર્ય તો દ્રવ્યમાં પોતાથી જ થયું છે; યોગ અને રાગ એમાં નિમિત્ત બસ.
અજ્ઞાની યોગ અને રાગની ક્રિયાનો કર્તા છે. તે કારણથી તેના યોગ અને રાગને ૫૨૫દાર્થના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જુઓ,
૧. રોટલી બને છે તે રોટલીના ૫૨માણુનું કાર્ય છે, તે જીવનું કાર્ય નથી.
૨. એ તો ઠીક; પણ રોટલી બનવા કાળે એમાં જીવદ્રવ્ય નિમિત્ત છે એમ પણ નથી; જો જીવદ્રવ્ય નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. નિત્ય કર્તૃત્વનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com