________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ પદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. પરદ્રવ્યની ગ્રાહુક્તા ત્વરાથી તજો.
પરભાવથી વિરક્ત થા. અહીં કહે છે કે આનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ આપોઆપ જ રક્ષિત છે. તેની દષ્ટિ થાય ત્યારે તે રક્ષિત છે એમ જણાય છે. અહાહા...! નિત્યાનંદ પ્રભુ પોતે અનાદિ-અનંત સ્વયં રક્ષાયેલો છે તેની દૃષ્ટિ કરે ત્યારે પર્યાયમાં પોતે રક્ષિત છે એનું ભાન થાય છે અને ત્યારે આત્મા શરણરૂપ થતાં અશરણ એવા આસ્રવોથી પોતે નિવર્તે છે. ભાઈ ! આવા શુદ્ધ જ્ઞાયકદ્રવ્યની દૃષ્ટિ થયા વિના એકલું બાહ્ય આચરણ-વ્રત, નિયમ, સંયમ ઇત્યાદિ થોથે થોથાં છે.
માણસોને લાગે કે-અરે! બાયડી છોડી, ઘર છોડયું, દુકાન છોડી, બધું છોડયું. તો ય કાંઈ નહિ? હા ભાઈ ! કાંઈ નહિ. એ તો બધી બાહ્ય ચીજો છે, અને અંદરમાં તે વખતે જે રાગ છે તે શુભભાવ છે. તે કાંઈ ધર્મ નથી. ભાઈ ! દયા, દાન, વ્રત ઇત્યાદિ પરિણામ તે પદ્રવ્યના પરિણામ છે, રાગ છે. તે અધ્રુવ, અનિત્ય અને અશરણ છે એમ અહીં કહ્યું છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં રાગની ઉત્પત્તિને હિંસા કહી છે અને રાગની અનુત્પત્તિ તે અહિંસા છે એમ કહ્યું છે. અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદનો નાથ જે પ્રભુ છે તેનો આશ્રય લેતાં જે નિર્મળ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તે અહિંસા છે. તે શરણ છે. ધર્મ છે. ચાર બોલ થયા.
હવે પાંચમો બોલઃ- “આગ્નવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુ:ખરૂપ અર્થાત્ સુખરૂપ છે.”
ગાથા ૪૫ની ટીકામાં કહ્યું છે કે-અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠ પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ળપણે જે કહેવામાં આવે છે તે, અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હેવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ આકુળતા-લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે.'
આમ આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવો દુઃખરૂપ છે. અહા! જે દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થઈ શકે ? શુભરાગને સાધન કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું ઉપચાર કથન છે; ખરેખર તે સાધન છે એમ નથી. જેમ ઉપાદાનની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ-જેમ ઘડાની પર્યાયનો કર્તા કુંભાર નથી-તેમ વિકારી પર્યાયનો કર્તા પર નથી. અને જે નિર્વિકારી પર્યાય થઈ તેનું સાધન (શુભરાગ) વિકારી પર્યાય નથી. જેમ ઘડો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com