________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
ભુક્કા થઈ જાય છે. એ વ્યવહારથી વાત કરી છે. આત્મદર્શનથી કર્મનો નાશ થાય એમાં જિનબિંબદર્શન નિમિત્તમાત્ર છે.
દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં અકાર્યકારણશક્તિ વ્યાપેલી છે. દ્રવ્ય અને ગુણ તો રાગનું કારણ નથી અને રાગનું કાર્ય પણ નથી. પણ દ્રવ્ય-સ્વભાવની સન્મુખ થતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ કોઈનું કારણ નથી, કાર્ય પણ નથી. જે નિર્મળ જ્ઞાનની પર્યાય પ્રગટી એમાં પણ અકાર્યકારણશક્તિ વ્યાપી છે.
પ્રશ્ન- આત્મા રાગનું કારણ નથી તો મંદિરો બંધાવવાં, મહોત્સવો ઉજવવા ઇત્યાદિ રાગનાં કામ કેમ કરો છો?
ઉત્તર- અરે ભાઈ ! રાગ થાય છે, એને કરવાની વાત જ ક્યાં છે? અને મંદિરો તો નિર્મિત થવા કાળે એના કારણે એનાથી થાય છે. એને કોણ કરે? શું આત્મા કરે? (ના). એ મંદિરો બનવાના કાળે શુભભાવ હોય છે તે એમાં નિમિત્ત છે, નિમિત્ત-કર્તા નહિ. નિમિત્ત જુદી ચીજ છે અને નિમિત્ત-કર્તા જુદી ચીજ છે. જયસેનાચાર્યની ટીકામાં આ વાત છે. જગતમાં મંદિર આદિ પદાર્થોમાં જડ રજકણો પરિણમે, જડની પર્યાય થાય એમાં આત્મા નિમિત્ત છે, નિમિત્ત-કર્તા નથી. આખા લોકા-લોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. એ તો એની ઉપસ્થિતિ છે, હાજરી છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.
જુઓ! હાથની આંગળી આમ-તેમ હાલે તેનો નિમિત્ત-કર્તા કોણ? જે જીવ રાગ અને જોગનો કર્તા થાય એવો પર્યાયબુદ્ધિ જીવ તેનો નિમિત્ત-કર્તા છે. હાથની અવસ્થા તો તેના કાળે જે થવાની હોય તે થાય છે. પરંતુ અજ્ઞાની જીવ જોગ અને રાગનો (કરવાના અભિપ્રાયથી) કર્તા થાય છે. માટે તેના જોગ અને રાગને તે પર્યાયનો નિમિત્ત-કર્તા કહેવામાં આવે છે.
અહીં કહે છે કે-મંદિર થાય, રાગ થાય, છતાં એ રાગ અને મંદિરનો કર્તા આત્મા નથી. વાહ! કરે ને કર્તા નહિ! અરે! કોણ કરે છે? અજ્ઞાનીને ભ્રમ પડે છે કે આ ક્રિયા થવા કાળે મારું નિમિત્તપણું છે માટે ત્યાં કાર્ય થાય છે. અજ્ઞાની (પોતાને) નિમિત્ત-કર્તા માને છે. પર વસ્તુમાં કાર્ય થાય એમાં જ્ઞાની તો નિમિત્તમાત્ર જ છે, નિમિત્ત-કર્તા નહિ.
ભગવાનની પ્રતિમા શાંત-શાંત-શાંત એવા ઉપશમરસનો કંદ હોય છે. જોતાં વેંત જ ઠરી જવાય, આનંદવિભોર થઈ જવાય એવી એ પ્રતિમાને મુગટ પહેરાવે અને આંગી લગાવે તો એ જિનબિંબ નથી. આ તો ન્યાયથી વાત છે. અહીં કોઈ પક્ષની વાત નથી. ભાઈ ! આ ત્રીજા બોલમાં બહુ સૂક્ષ્મ સિદ્ધાંતનું નિરૂપણ છે. મંદિર બનાવવાના શુભભાવ હોય છે, મંદિર એના થવા કાળે એના કારણે થાય છે. પરંતુ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com