________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭ર ]
| [ ૪૩ પણ છે. એ બધું છે એ આગમથી સિદ્ધ છે, ઇતિહાસથી પણ સિદ્ધ છે. કોઈ એને ઉથાપે તો એ માર્ગ નથી. મોહન-જો-ડેરોમાં પાંચ હજાર વર્ષ જાની પ્રતિમા નીકળી છે, ઇતિહાસથી પણ એ સિદ્ધ છે, શાસ્ત્રમાં પણ મૂર્તિની વાત છે. માટે એનો કોઈ નિષેધ કરે તો તે સત્ય માર્ગ નથી. ભગવાનની મૂર્તિ છે અને જે શુભભાવ કરે તેને એમાં તે નિમિત્ત પણ છે. ભગવાનની પ્રતિમા શુભભાવ કરાવી દે એમ નહિ, પણ જે શુભભાવ કરે તેને એ નિમિત્ત છે. તથાપિ શુભભાવ છે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આવી ચોકખી વાત છે.
વળી કોઈ મૂર્તિ માને, પણ તેમાં આડંબર વધારી તેને શણગાર-આભૂષણ લગાવે તો તે પણ બરાબર નથી, સત્ય માર્ગ નથી. શુદ્ધ જળથી જ ભગવાનનો અભિષેક હોય એવી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. એમાં ફેરફાર કરવો એ પણ માર્ગ નથી. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. તેમાં વીતરાગી બિંબનું જ સ્થાપન, પૂજા, ભક્તિ હોય છે.
વીજળીના દીવાના મોટા ભપકા કરે એમાં જીવ-જંતુ મરે, પતંગિયાં મરે. જેમાં વિશેષ હિંસાનો દોષ થાય એ માર્ગ નથી. ભાઈ ! આ તો વિવેકનો માર્ગ છે. ભગવાનને ફૂલ ચઢાવે અને કેશરના ચાંલ્લા કરે એ માર્ગ નથી. કોઈ પ્રતિમાને (જિનબિંબને) ઉથાપે તો એ માર્ગ નથી અને કોઈ પ્રતિમા પર આભૂષણાદિ અનેક પ્રકારે આડંબર રચે તો તે પણ માર્ગ નથી. ભગવાનની મૂર્તિ હોય છે. તેની પૂજા-ભક્તિ-વંદનાના ભાવ પણ હોય છે. પણ એની મર્યાદા એટલી કે તે શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. કહ્યું ને અહીં કે તે આકુળતા ઉપજાવનાર દુઃખનું કારણ છે.
સંપ્રદાયમાં હતા ત્યારે ચોટીલામાં એક સાધુ સાથે ચર્ચા થયેલી. એમણે કબુલ કરેલું કે ભગવાનની મૂર્તિની વાત શાસ્ત્રમાં છે. વાત સાચી છે. પણ વાત બહાર કેમ મૂકાય? લોકોને શ્રદ્ધા ઉડી જાય. ભાઈ! પરમાત્મા ત્રણકાળ ત્રણલોકના જાણનારા અનાદિથી છે. તેમ જિનબિંબની પ્રતિમાની સ્થાપના, મંદિરોનું નિર્માણ, તેમની પૂજા-ભક્તિ-વંદના-અભિષેક બધું અનાદિ કાળથી છે. સ્વર્ગમાં તો ભગવાનની શાશ્વત અકૃત્રિમ પ્રતિમાઓ છે. ઇન્દ્રો, દેવો, દેવાંગનાઓ તેનાં વંદન-પૂજન આદિ કરે છે અને મોટા મહોત્સવો ઉજવે છે.
પરંતુ એ બધો ભાવ શુભ છે. એનાથી પુણ્યબંધન થાય એટલી એની મર્યાદા છે. એથી આગળ જઈને જો કોઈ એમ કહે કે એનાથી (શુભથી) સંસાર પરિત થાય તો એ વાત સાચી નથી. ૨૫૦૦ વર્ષ પહેલાંની તથા પાંચ હજાર વર્ષ પહેલાંની પુરાણી પ્રતિમાઓ નીકળી છે. છાપામાં એના લેખ આવે છે એ પરથી પ્રાચીન કાળમાં પણ એ પરંપરા પ્રચલિત હતી એમ સિદ્ધ થાય છે.
ધવલમાં તો એમ આવે છે કે જિનબિંબદર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com