________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન માટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૭૧ : ટીકા ઉપરનું પ્રવચન * “આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ”નું ભવન તે સ્વભાવ છે. (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.'
જુઓ! આ વસ્તુની વ્યાખ્યા કહી. વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે. એટલે જેટલો સ્વભાવ છે તેટલી જ વસ્તુ છે. જેટલો વિકાર છે તે પરમાર્થ વસ્તુ-આત્મા નથી. અહાહા....! જે ભાવે સર્વાર્થસિદ્ધિનું પદ મળે કે જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ આત્મા નથી એમ અહીં કહે છે. સ્વભાવમાં પણ વસ્તુ તો નથી પણ આ જે ક્રોધાદિનું થવું-પરિણમવું છે તે પણ વસ્તુ નથી, આત્મા નથી.
- “સ્વ”નું ભવન તે સ્વભાવ છે. પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે. આ સિદ્ધાંત કહ્યો. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. અહાહા....! નિશ્ચયથી જ્ઞાનનું થવું એટલે જેવો જ્ઞાનસ્વભાવ છે તે રૂપે પરિણમવું તે આત્મા છે. સમ્યગ્દર્શનપણે, સમ્યજ્ઞાનપણે, સમ્યક્રચારિત્રપણે, અતીન્દ્રિય આનંદપણે પરિણમવું તે આત્મા છે. આત્મા નિર્મળ જ્ઞાનશ્રદ્ધાન-શાન્તિપણે પરિણમે તે આત્મા છે.
પ્રશ્ન:- તો નિયમસારમાં શુદ્ધભાવ અધિકારની ગાથા ૩૮ માં તો એમ આવે છે કે ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે તે આત્મા છે. ત્યાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાયને તો હેય કહીને તે આત્મા નથી એમ કહ્યું છે. આ કેવી રીતે છે?
ઉત્તર- ભાઈ ! ત્યાં નિયમસારમાં અપેક્ષા જાદી છે. ત્યાં તો ધ્યાતાનું જે ધ્યેય, જે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધભાવ, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તે બતાવવાનું પ્રયોજન છે. ત્રિકાળી શુદ્ધ વસ્તુ, અવિનાશી આત્મા તે એકના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે માટે તેને ઉપાદેય કહ્યો. જ્યારે પર્યાય તો ક્ષણવિનાશી છે અને તેના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી પણ વિકલ્પ થાય છે તેથી સંવર, નિર્જરા, મોક્ષની પર્યાયને ત્યાં (આશ્રય કરવા માટે )
ય કહી. વળી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી તેથી તે (નિર્મળ પર્યાય ) આત્મા નથી એમ કહ્યું છે. જ્યારે અહીં તો કર્તાનું કર્મ બતાવવાની વાત છે. એટલે કહે છે કે વસ્તુ રાગપણે ન પરિણમતાં સ્વભાવપણે-જ્ઞાનપણે પરિણમે તે આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com