________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જેમ અગ્નિમાં ઉષ્ણતા એકરૂપ છે તેમ આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ એકરૂપ છે, તદ્રુપ છે, તાદાભ્યરૂપ છે. આવા જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થઈ એકાગ્રતા થતાં જે પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ છે. આ ક્રિયા નિજ સ્વભાવરૂપ હોવાથી નિધી શકાતી નથી.
પરંતુ જ્ઞાન અને રાગાદિ વિકાર ભિન્ન છે. જ્ઞાન આનંદસ્વરૂપ છે અને વિકાર દુઃખરૂપ છે. આમ જ્ઞાન અને રાગાદિ વિકારની ભિન્નતા નહિ જાણવાથી, જાણે કે પુણ્ય-પાપના શુભાશુભ વિકારી ભાવ પોતાનો સ્વભાવ છે એમ માનીને જ્યાંસુધી શુભાશુભભાવે પરિણમે છે ત્યાં સુધી તે (અજ્ઞાની) વિકારી પરિણામનો કર્તા થાય છે, અને વિકારી પરિણામ તેનું કર્મ
પરદ્રવ્યનો કર્તા તો આત્મા છે જ નહિ, કેમકે પરદ્રવ્ય ભિન્ન સ્વતંત્ર ચીજ છે. એ (પરદ્રવ્ય) સ્વયં પોતાના કારણે પરિણમે છે. છતાં પરદ્રવ્યને હું કરું છું. શરીર, મન, વાણીની ક્રિયા હું કરું છું-એમ જે માને તે મિથ્યાષ્ટિ છે. તથા પર્યાયમાં જે શુભાશુભ વિકારી ભાવો થાય, દયા, દાન આદિના પરિણામ થાય તેનો હું કર્તા છું એમ માને તે પણ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે.
અહાહા...આત્મા વડુ જ્ઞાનસ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી ત્રિકાળી ધ્રુવ સહજ શુદ્ધ દ્રવ્ય છે. એમાં રાગ નથી, પુણ્ય નથી, પાપ નથી, વિકાર નથી કે અલ્પજ્ઞતા નથી. એ તો અનંત શક્તિઓનો પિંડ પરિપૂર્ણ ચૈતન્ય ભગવાન છે. એમાં જ્યાં દષ્ટિ એકાગ્ર થઈ ત્યાં પરિણમન નિર્મળ થયું. એ નિર્મળ પરિણમન આત્માની સ્વભાવભૂત ધાર્મિક ક્રિયા છે અને તે નિષેધવામાં આવી નથી.
પરંતુ આ અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન તે હું એમ પોતાના અસ્તિત્વનો અજ્ઞાનીને સ્વીકાર નથી. એ તો દયા, દાન, વ્રતાદિના પરિણામ જે રાગ છે તે મારા છે, એમ માને છે. અને એમ માનીને રાગભાવે પરિણમતો તે રાગનો કર્તા થાય છે. અરે ! જગતના જીવોને આવા સૂક્ષ્મ તત્ત્વની ખબર જ કયાં છે! પરંતુ ભાઈ ! આ સમજવું પડશે. આ સમજ્યા વિના જન્મ-મરણથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
અરે! જગતના જીવોએ રાગની રુચિમાં ચૈતન્યસ્વભાવી નિજ આત્માનો ત્યાગ કરી દીધો છે, ત્રણલોકના નાથને હેય કરી દીધો છે. આનાથી બીજા ક્રોધ અને દ્વેષ શું છે? નિર્મળાનંદનો નાથ ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માની સન્મુખ ન જોતાં એનાથી વિરુદ્ધ રાગમાં એકત્વ કરી જોડાઈ જવું એ જ ક્રોધ અને દ્વેષ છે. અહીં કહે છે જ્ઞાનસ્વરૂપી આત્મા અને ક્રોધ-માન-માયા-લોભરૂપ વિકારો એ બેની ભિન્નતા જાણતો નથી ત્યાં સુધી જીવને કર્તાકર્મની પ્રવૃત્તિ છે. વિકારી પરિણામ તે મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એમ અજ્ઞાની માને છે, અને એમ પરિણમે છે. શરીર, મન, વાણી ઇત્યાદિ પરવ્યની ક્રિયાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com