________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૯
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
અનેકાત્મક એટલે જીવ-પુદ્ગલનો એમ બે દ્રવ્યોનો જે બંધ છે એમાં ઈતરેતરાશ્રય દોષ નથી, કેમકે અનાદિ પ્રવાહ૫ણું છે. (આનાથી આ અને એનાથી એ-એને ઈતરેતરાશ્રય દોષ કહે છે. જીવના રાગ-પરિણામથી બંધ અને એ જ બંધથી રાગપરિણામ થાય તો ઈતરેતરાશ્રય દોષ કહેવાય. પરંતુ એમ નથી. અજ્ઞાની જીવ રાગદ્વેષરૂપે પરિણમે ત્યારે નવાં કર્મ બંધાય અને તે અમુક સ્થિતિ સુધી એકક્ષેત્રાવગાહે રહે; તથા જે રાગદ્વેષરૂપે પરિણમે છે એમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત હોય છે. આ પ્રમાણે જે પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ વિકાર પરિણામનું નિમિત્ત થતું નથી, પણ તે પરિણામમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે. તથા જે વિકારી પરિણામ થયા તે નવીન કર્મબંધનું નિમિત્ત થાય છે. આ પ્રમાણે ઈતરેતરાશ્રય દોષ નથી.)
પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ નહોતો અને પછીથી કર્મ બંધાય એમ નથી. અર્થાત્ આત્માના વિકારી પરિણામથી કર્મ થયાં અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી. બન્ને અનાદિથી સ્વત:સિદ્ધ છે. અનાદિકાળથી કર્મ કર્મરૂપે અને આત્માના પરિણામ વિકારરૂપે સ્વતંત્રપણે થતા આવ્યા છે. કોઈથી કોઈ થયા છે એમ નથી. અનાદિથી પુરાણાં કર્મ ખરતાં જાય અને એનું નિમિત્ત પામીને જીવમાં નવા નવા વિકારી પરિણામ થતા જાય તથા એનું નિમિત્ત પામીને નવાં કર્મ બંધાતાં જાય એમ પ્રવાહ છે; આ પ્રમાણે અનાદિ પ્રવાહપણાને લીધે જીવ-પુદ્ગલનો જે બંધ થાય છે એમાં ઈતરેતરાશ્રય દોષ
નથી.
અનાદિકાળથી આવો જે બંધ છે તે કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન છે. અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વનાં જૂનાં કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન-પર્યાય સ્વયં (અશુદ્ધ) ઉપાદાન છે અને તેનું નિમિત્ત પૂર્વનો કબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જ્યાં લગી રાગ-દ્વેષ-અજ્ઞાન કર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે.
નિજ ચૈતન્યસ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તાકર્મ પ્રવૃત્તિ મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે. તથા જે સ્વભાવના લક્ષ પરિણમતો નથી તેને અજ્ઞાન છે, તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને નવો નવો કર્મબંધ પણ છે. આવી વાત છે.
* ગાથા ૬૯-૭૦ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ આત્મા જેમ પોતાના જ્ઞાન-સ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાંસુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com