________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૯ ]
[ ૨૭૯ ભાવાર્થ- આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઇએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.
*
સમયસાર ગાથા ૮૯: મથાળું હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો? તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૮૯ ટીકા ઉપરનું પ્રવચન * જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે-' શું કહે છે? આત્મા અને પરમાણુ આદિ પ્રત્યેક પદાર્થમાં પોતાના સ્વભાવના રસથી સ્વભાવભૂત એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. ભગવાન આત્મામાં નિશ્ચયથી પોતાના નિજરસથી-જ્ઞાનરસથી, આનંદરસથી, શાંતરસથી નિર્વિકારરસથી પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. પુણ્ય-પાપના જે ભાવ થાય એ તો સ્વભાવભૂત સ્વરૂપપરિણમન નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતાના અનાકુળ આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સ્વચ્છતાના પોતાના શુદ્ધ સ્વભાવે પરિણમે એવું એમાં સામર્થ્ય છે. તો વિકાર કેમ છે? તો કહે છે
“તોપણ અનાદિથી અન્યવતુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે.” અજવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી એટલે એના સંયોગના આશ્રયથી વિકાર ઉત્પન્ન થાય છે. સંયોગથી વિકાર ઉત્પન્ન થાય છે એમ નહિ, પણ જડ મોહના સંયોગના આશ્રયથી, પરનો સંબંધ કરવાથી આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે.
અહાહા..! આત્મામાં નિજરસથી ચૈતન્યમયસ્વભાવનો અનુભવ થઈને પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. આત્માના દ્રવ્ય-ગુણ અને તેનો વર્તમાન વર્તતો અંશ કારણશુદ્ધપર્યાય તો શાંતરસ, ચૈતન્યરસ, અકષાયરસ વડે શુદ્ધ, પવિત્ર છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિરૂપે પરિણમન કરે એવું એનું સામર્થ્ય છે. અહાહા...! ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદરસ અને અતીન્દ્રિય જ્ઞાનરસનો સ્વામી થઈને અતીન્દ્રિય આનંદરૂપે પરિણમે એવું એનું સામર્થ્ય છે. તથાપિ અનાદિ કાળથી અન્ય વસ્તુ જે જડ મોહ તેની સાથે સંબંધ કર્યો છે તે કારણે તેના ઉપયોગમાં વિકારપરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com