________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૯ मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकार: कुत इति चेत्
उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स। मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो।। ८९।।
उपयोगस्यानादयः परिणामास्त्रयो मोहयुक्तस्य।
मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः।। ८९ ।। હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો? તેનો ઉત્તર કહે છે:
છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના,
-મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯ ગાથાર્થ:- [ મોહપુરુચ] અનાદિથી મોઘુક્ત હોવાથી [૩પયો/સ્ય] ઉપયોગના [ બનાવય:] અનાદિથી માંડીને [ત્રય: પરિણામ:] ત્રણ પરિણામ છે; તે [ મિથ્યાત્વમ્ ] મિથ્યાત્વ, [અજ્ઞાનન્] અજ્ઞાન [ 4 વિરતિભાવ: ] અને અવિરતિભાવ એ ત્રણ ) [ જ્ઞાતવ્ય:] જાણવા.
ટીકા:- જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં ( અર્થાત્ પોતાના ઉજ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com