________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ મિથ્યા શ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર-એ જીવની પર્યાય છે. તે અમૂર્તિક ચૈતન્યના (વિકારી) પરિણામ છે. અને જે દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીયની પર્યાય છે તે પૌગલિક કર્મ છે, જડ છે, મૂર્તિક છે. બન્ને ચીજ પરસ્પર ભિન્ન છે. મતલબ કે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જે જીવની પર્યાય છે તે જીવનો પોતાનો દોષ છે અને તે પોતાથી થયો છે, કર્મથી થયો છે એમ નથી.
પુદગલની અવસ્થાથી ભિન્ન, રાગદ્વેષ રહિત એવો આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તથાપિ હું રાગી-દ્વેષી છું એવી માન્યતા તે ચૈતન્યનો વિકાર છે અને તે મિથ્યાત્વ છે. જે જ્ઞાન પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વદ્રવ્યને ન જાણે અને એકલા પરદ્રવ્યને જાણે તે અજ્ઞાન છે. અને રાગદ્વેષરૂપે જે પરિણમન છે તે અવિરતિરૂપ દોષ છે. આ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ તે ચૈતન્યના વિકારી પરિણામ છે અને તે પોતાથી થયા છે, પુદ્ગલકર્મથી થયા છે એમ નથી; કેમકે તે બન્ને ભિન્ન ભિન્ન છે.
સમ્યગ્દષ્ટિને સ્વભાવસભુખતાનું જોર છે. તેથી તેને જે રાગ આવે છે તેનો તેને ખેદ હોય છે. ધર્મી રાગનો સ્વામી નથી. જુઓ, પ્રથમ સ્વર્ગનો ઇન્દ્ર એકજવતારી છે. તે અષ્ટાહ્નિકા મહોત્સવમાં નંદીશ્વરદ્વીપમાં જાય છે. નંદીશ્વરદ્વીપમાં ભગવાનની મનોહર શાશ્વત પ્રતિમાઓ છે. ત્યાં જઈને તે ભગવાનની પૂજા-ભક્તિ કરે છે અને ખૂબ ઉલ્લાસથી નાચે છે. એ બધા શુભભાવ છે અને તે દુઃખરૂપ છે એમ તે જાણે છે. છતાં અશુભથી બચવા એવા શુભભાવ ધર્મીને આવે જ છે. અહાહા ! કેવી વિચિત્રતા! બહારથી હુરખ દેખાય છતાં અંદરથી તેનો ખેદ હોય છે. ધર્મીને જેને અતીન્દ્રિય આનંદના નાથનો સ્વાદ આવ્યો છે તેને જે કોઈ રાગાદિ દોષ આવી જાય છે તેનું અલ્પ બંધન તેને પણ થાય છે, પણ તે દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતામાં મુખ્ય નથી.
પ્રશ્ન:- તો જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે ને ?
ઉત્તર- હા, પણ કઈ અપેક્ષાએ? જ્ઞાનીની દષ્ટિ નિર્મળાનંદના નાથ ભગવાન શુદ્ધ ચૈતન્યમય આત્મા ઉપર સ્થિર થઈ છે અને તેને અનંતાનુબંધી આદિ કષાયનો અભાવ વર્તે છે તેથી વ્રતાદિ ક્રિયામાં વા કિંચિત્ ભોગાભિલાષની ક્રિયાના પ્રસંગમાં પણ તેને જ્ઞાનભાવ જ છે. માટે તેને નિરંતર નિર્જરા થતી હોવાથી જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે એમ આરોપથી કહ્યું છે. શું ભોગ તે નિર્જરાનો હેતુ હોય? શું જ્ઞાની નિરંકુશ ભોગમાં રહે અને નિર્જરા થાય? એમ નથી, ભાઈ ! જ્ઞાનીને દૃષ્ટિની પ્રધાનતા છે. તેને ભોગની ઇચ્છા નથી. એ તો ભોગ પ્રતિ ઉદાસીન જ હોય છે. ભોગના સ્વામીપણે નહિ પરિણમતા જ્ઞાનીને ભોગ નિર્જરા હેતુ છે એમ ઉપચારથી કહ્યું છે. ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
જ્ઞાનીને પણ જે કિંચિત્ રાગ આવે છે તે દોષ છે અને તે દુ:ખરૂપ છે એમ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com