________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કેટલાક કહે છે કે વિકાર કર્મથી થાય અને પોતાથી પણ થાય એમ માનીએ તો અનેકાંત થાય. અરે ભાઈ ! એ અનેકાંત છે જ નહિ. વિકાર પોતાથી થાય અને કર્મથી ન થાય એ સાચું અનેકાંત છે. જેમ કુંભારથી ઘડો થયો નથી, અગ્નિથી પાણી ઉષ્ણ થયું નથી તેમ નિમિત્તથી જીવમાં વિકાર થયો નથી. (નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થતું નથી).
લોકોને લાગે કે આ તો સાધારણ ભૂલ છે. પણ ભાઈ ! આ તો મોટી મૂળમાં ભૂલ છે. ચારિત્રમોહનો ઉદય છે માટે અહીં અવ્રતના પરિણામ થાય છે એમ નથી. અવિરતિ આદિ ભાવ પોતાથી થાય છે. કર્મના ઉદયથી અજ્ઞાન થાય છે, કર્મના ઉદયથી મિથ્યાત્વ થાય છે કે કર્મના ઉદયથી અવિરતિ-વિષયવાસનાના ભાવ થાય છે એમ છે નહિ. દર્શનમોહની પર્યાય તે અજીવનો ભાવ છે અને તેથી અજીવ જ છે. જ્ઞાનાવરણીય કર્મ તે અજીવનો ભાવ છે અને તેથી તે અજીવ જ છે. અને જીવમાં અજ્ઞાન થાય તે જીવથી પોતાથી થાય છે માટે તે જીવ જ છે. મિથ્યાશ્રદ્ધા જીવની પર્યાયમાં જીવથી થાય છે માટે તે જીવ છે અને દર્શનમોહકર્મની પર્યાય છે તે અજીવ છે.
બહુ સ્પષ્ટ વાત છે કે કર્મથી જીવને વિકાર થતો નથી. કર્મને લઈને જો જીવની ભૂલ હોય તો કર્મ ટળે તો ભૂલ મટે; પોતાના પુરુષાર્થથી ભૂલ મટે એમ ન રહ્યું! પણ એમ છે નહિ. પોતાના પુરુષાર્થથી ભૂલ મટે છે.
- રાગ દ્વેષને કથંચિત્ પુદ્ગલના પરિણામ કહ્યા છે એ બીજી વાત છે. ત્યાં તો પોતાના સ્વભાવમાં રાગ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી. રાગ જીવનો સ્વભાવ નથી, વિભાવ છે. એટલે રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થતાં (સમ્યગ્દર્શન થતાં) સમકિતીને આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય તેનું વ્યાપ્ય છે. વળી રાગ એની પર્યાયમાંથી ભિન્ન પડી જાય છે. એટલે કર્મ વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય-એમ ગણીને નિમિત્તની મુખ્યતાથી રાગને પુગલના પરિણામ કહ્યા છે.
અહીં કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વના ભાવ છે ત્યાં સુધી મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગ દ્વેષ તે જીવની પર્યાય છે. તે જીવ જ છે. પરના કારણે, કર્મના કારણે બીલકુલ તે પર્યાય થઈ નથી. કુંભારથી ઘડો બીલકુલ થયો નથી. ગાથા ૩૭ર માં સ્પષ્ટ કહ્યું છે કે “જીવને પદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડ અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. અહીં ગુણનો અર્થ પર્યાય થાય છે. પોતાની પર્યાયની યોગ્યતાથી તે પર્યાય ઉત્પન્ન થાય છે. મિથ્યાદર્શનની પર્યાય પણ પર્યાયની યોગ્યતાથી પોતામાં ઉત્પન્ન થાય છે; પરથી કે કર્મથી બીલકુલ નહિ. તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com