________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૭ ]
[ ર૬૫ થઈ છે, મોરને લઈને તે થઈ નથી. મોરમાં જે રંગ દેખાય છે તે મોર છે અને અરીસામાં જે છે તે અરીસાની સ્વચ્છતાના વિકારમાત્રથી થયેલી અરીસાની અવસ્થા છે. મોર મોરમાં છે અને અરીસામાં જે દેખાય છે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે.
પ્રશ્ન:- મોર નિમિત્ત તો છે?
ઉત્તર- હા, મોર નિમિત્ત છે એનો અર્થ જ એ કે અરીસાની અવસ્થા મોરથી થઈ નથી. અને ત્યારે તો તે નિમિત્ત કહેવામાં આવે છે; મોરથી જો તે અરીસાની અવસ્થા થઈ છે એમ કહો તો મોર અરીસાની અવસ્થાનું ઉપાદાન થઈ જાય.
અન્યમતવાળા ઇશ્વરને કર્તા માને છે અને કોઈ જૈનો વિકારનો કર્તા કર્મને માને છે તો તે બન્ને માન્યતા એક સરખી જૂઠી છે. અરીસાની અવસ્થા અરીસાની સ્વચ્છતાના વિકારને લઈને થઈ છે, મોરને લઈને તે થઈ નથી.
તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.”
જ્ઞાનાવરણીય આદિ કર્મ તે જડની પર્યાય છે. જડની પર્યાયનો ભાવ જડરૂપ છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ એ જડની અવસ્થા જડમાં થાય છે. મિથ્યાદર્શન તે દર્શનમોહનીય કર્મની પર્યાય, અજ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાય અને અવિરતિ તે ચારિત્રમોહનીય કર્મની પર્યાય છે. ક્રોધ, માન, માયા અને લોભ તે ચારિત્રમોહનીય કર્મની પર્યાય છે. કર્મનો ઉદય આવે તે જડની પર્યાય છે. કર્મના ઉદયથી જીવમાં વિકાર થાય છે એમ નથી. દર્શનમોહનીય કર્મની પર્યાય તે અજીવના દ્રવ્યસ્વભાવથી થઈ છે. જીવે મિથ્યાત્વના ભાવ કર્યા તો ત્યાં દર્શનમોહનીય કર્મની પર્યાય થઈ એમ નથી. અને દર્શનમોહકર્મનો ત્યાં જડમાં ઉદય આવ્યો તો અહીં જીવમાં મિથ્યાત્વની પર્યાય થઈ એમ નથી. પરમાણુની પર્યાય ત્યાં પોતાના દ્રવ્યસ્વભાવથી થઈ છે, અજીવ વડે થઈ છે માટે તે અજીવ જ છે.
જીવમાં મિથ્યા શ્રદ્ધા અને રાગ દ્વેષના પરિણામ થાય તે જીવ વડે થાય છે માટે તે જીવ જ છે. અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી તે માને છે કે રાગ થાય છે તે કર્મકૃત છે. અહીં તો ચોકખી વાત કરી છે કે પાણી ઉનું થાય છે તે અગ્નિ વિના ઉનું થાય છે. અગ્નિની પર્યાય અગ્નિમાં છે તે અગ્નિ જ છે અને પાણીની ઉષ્ણ પર્યાય પાણીમાં છે. પાણી અગ્નિથી ઉષ્ણ થયું છે એમ નથી. ચોખા પાકે છે તે ચોખાની પોતાની પર્યાય છે, ઉના પાણીથી ચોખા પાકે છે એમ છે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com