________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ઘાતકર્મનો ક્ષય થતાં કર્મરૂપ દશા અકર્મરૂપ થઈ તે કારણથી અહીં જીવને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ નથી. ચાર જ્ઞાનની પર્યાય પલટીને કેવળજ્ઞાન થયું તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને પરિણામ એટલે કેવળજ્ઞાન પરિણામી એટલે આત્માથી ભિન્ન નથી. તેથી કેવળજ્ઞાન આત્માનું કાર્ય છે. ઘાતકર્મનો ક્ષય થયો કે વજવૃષભનારા સહુનન અને મનુષ્યપર્યાય હતી માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ છે જ નહિ.
પ્રશ્ન- દિવ્યધ્વનિથી આ જ્ઞાન થયું છે કે નહિ?
ઉત્તર:- ના, દિવ્યધ્વનિથી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન પોતાથી થયું છે. દિવ્યધ્વનિને વેદ કહે છે. પંચાસ્તિકાય અને પરમાત્મપ્રકાશમાં તેને વેદ કહેલ છે. વેદ અને શાસ્ત્ર બે શબ્દો કહ્યા છે. વેદનો અર્થ દિવ્યધ્વનિ કર્યો છે અને શાસ્ત્રનો અર્થ મહામુનિઓની વાણી કરેલો છે.
ત્યાં બે શબ્દો લઈને કહ્યું છે કે દિવ્યધ્વનિથી અને મહામુનિઓના શાસ્ત્રથી જ્ઞાન થતું નથી કેમકે જ્ઞાનની અવસ્થા થઈ તે પ્રથમ ન હતી તે પ્રગટ થઈ છે. તે અવસ્થા પલટીને થઈ તેથી ક્રિયા છે. ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી. અને તે પરિણામ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. આમ જ્ઞાન પોતાથી થયું છે, દિવ્યધ્વનિથી નહિ. (દિવ્યધ્વનિ તો પુદ્ગલની પર્યાય છે).
દર્શનપાહુડમાં આવે છે કે-હે સકર્ણા! સમ્યગ્દર્શન વિનાનો જીવ વંદન યોગ્ય નથી. એટલે જેની શ્રદ્ધામાં ભૂલ છે, અને હું રાગનો કર્તા છું, દેહાદિ પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, દેશ, કુટુંબ આદિને સુધારી શકું છું અને દેશસેવા એ ધર્મ છે- એમ જેની માન્યતા છે તે સમ્યગ્દર્શનથી રહિત છે. આવા સમ્યગ્દર્શનથી રહિત અજ્ઞાની વંદન કરવા લાયક નથી કેમકે ‘વંસળમૂનોઈમ્પો' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ‘ચરિતમ્ નુ ઘો' ચારિત્ર સાક્ષાત્ ધર્મ છે, પરંતુ જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી, તેથી કોઈએ દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય અને પંચમહાવ્રતાદિનું પાલન કરતો હોય, પરંતુ પંચમહાવ્રતની ક્રિયા હું કરી શકું છું, એ મારું કર્તવ્ય છે અને એનાથી મને લાભ (ધર્મ) છે એમ જો તે માનતો હોય તો તે સમ્યગ્દર્શન રહિત મિથ્યાષ્ટિ છે અને તે વંદન યોગ્ય નથી એમ ભગવાને શિષ્યોને ઉપદેશમાં કહ્યું છે. બહુ આકરી વાત, ભાઈ ! પણ આ યથાર્થ અને સત્ય વાત છે.
સૂત્રપાહુડ ગાથા ૧૦માં કહ્યું છે- “વસ્ત્ર રહિત દિગંબર મુદ્રાસ્વરૂપ અને પાણિપાત્ર એટલે હાથરૂપી પાત્રમાં ઊભા રહીને આહાર કરવો આવો એક અદ્વિતીય મોક્ષમાર્ગ તીર્થકર પરમદેવ જિનેન્દ્રદેવે કહ્યો છે. આ સિવાય બીજા બધા અમાર્ગ છે.” મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમાં અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ દિગંબરમત સિવાયના બીજા સર્વને અન્યમત કહ્યા છે. તે બધા ઉન્માર્ગ છે. કોઈના વિરોધ માટે આ વાત નથી. વસ્તુસ્થિતિ જ આવી છે. સૂત્રપાહુડની ૨૩મી ગાથામાં કહ્યું છે કે “વસ્ત્ર ધારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com