________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૦૯
ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી માટે તે પરિણામ બીજાથી થયા છે એમ બીલકુલ નથી. તે તે પરિણામ પોતાના પરિણામી દ્રવ્યથી જ થયા છે.
મોક્ષમાર્ગના પરિણામનું દ્રવ્ય કર્તા નથી એમ જે કહ્યું છે એ બીજી વાત છે. ત્યાં સામાન્ય ધ્રુવ નિત્ય એકરૂપ વસ્તુ પર્યાયમાં આવતી નથી એ અપેક્ષાએ વાત છે. અને અહીં તો તે તે પર્યાય દ્રવ્યની છે, ૫૨ની નથી એમ સિદ્ધ કરવું છે. પરિણામ કહો કે પર્યાય કહોએક જ વાત છે. પરિણામ પરિણામી દ્રવ્યના છે, ૫૨-નિમિત્તના નથી અને નિમિત્તને લઈને થયા નથી–એમ અહીં કહેવા માગે છે. જુઓ, આટામાંથી કણેક બદલાઈને રોટલી થાય છે તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે. રોટલી પરિણામ જ છે. અને રોટલીરૂપ પરિણામ પરિણામીથી (આટાના ૫૨માણુથી ) ભિન્ન નથી. માટે પરથી એટલે કે બાઈથી કે વેલણ વગેરેથી રોટલી થઈ છે એ વાત રહેતી નથી.
આ આગમમંદિરના આરસમાં અક્ષરો કોતરવાનું મશીન પરદેશથી આવ્યું તે તેની પરિણામસ્વરૂપ ક્રિયા થઈ. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી. માટે મશીન બીજાને લઈને અહીં આવ્યું એમ છે જ નહિ.
પ્રશ્ન:- પરંતુ બીજો એમાં નિમિત્ત તો છે ને ?
ઉત્તર:- ભાઈ! આ નિમિત્તની જ વાત ચાલે છે કે જે ક્રિયા થઈ તે નિમિત્તથી થઈ નથી; ત્યારે તો એને નિમિત્ત કહેવામાં આવે છે.
પ્રશ્ન:- મહેનત કરી ત્યારે મશીન અહીં આવ્યું ને ?
ઉત્ત૨:- મહેનત એટલે વિકલ્પ કર્યો. એ વિકલ્પ પહેલાં ન હતો અને થયો તે ક્રિયા થઈ. એ ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી એટલે વિકલ્પથી ભિન્ન નથી. અને તે પરિણામ-વિકલ્પ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. તેથી તે વિકલ્પનું કર્તા જીવ દ્રવ્ય છે, પણ મશીનના પરિણમનનો કર્તા જીવ નથી. (મશીનને લઈને વિકલ્પ નથી અને વિકલ્પને લઈને મશીનના પરિણામ નથી ).
ભાઈ ! નવતત્ત્વની શ્રદ્ધા થઈ કયારે કહેવાય? અજીવની પર્યાય અજીવના દ્રવ્ય-ગુણથી થાય છે, ૫૨થી નહિ એમ નિશ્ચિંત થાય ત્યારે અજીવની શ્રદ્ધા થઈ કહેવાય. આ તો વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચય શ્રદ્ધા તો જ્યારે પરિણામ નિજ આત્મદ્રવ્યસન્મુખ થઈને ત્રિકાળી દ્રવ્યસ્વભાવની પ્રતીતિ કરે ત્યારે પ્રગટ થાય છે અને તે સમ્યગ્દર્શન છે. ત્યાં મિથ્યાત્વ પલટીને જે સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે, અને પરિણામ પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. માટે સમ્યગ્દર્શનનો કર્તા જીવ છે. દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ છે જ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com