________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
વિકલ્પ હતો. પ્રભુ! સ્વાશ્રય કર્યા વિના અશુદ્ધચા કેમ મટે? મહાવિદેહક્ષેત્રમાં જ્યાં સાક્ષાત્ તીર્થંકર બિરાજે છે ત્યાં અનંતવાર જન્મ્યો, પણ તેથ શું?
પ્રશ્ન:- મહાવિદેહમાં જાય તો તો ધર્મ થાય ને?
ઉત્તર:- ભાઈ! એમ નથી. આત્મામાં જાય તો ધર્મ થાય. કહ્યું ને કે મહાવિદેહમાં અનંતવાર ગયો પણ સમ્યગ્દર્શન પામ્યો નહિ. જુઓ, સિદ્ધક્ષેત્રમાં જ્યાં ૫રમાત્મા બિરાજને છે તેમના પેટના ક્ષેત્રમાં નિગોદના અનંત જીવો અવગાહના લઈ પડયા છે. પરંતુ બન્નેના ક્ષેત્ર અને ભાવ ભિન્ન છે. એકના કારણે બીજામાં કાંઈ થાય એમ જ નહિ.
આઠમી ગાથામાં આચાર્યદેવ શિષ્યને આત્માનો બોધ કરતાં કહે છે કે -‘દર્શન-જ્ઞાનચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે' આટલો ભેદ પડયો માટે વ્યવહાર છે. પોતાની નિશ્ચય ચીજને સમજાવવામાં વ્યવહાર આવે છે. સમજ્યા વિના પોતાનું કાર્ય શી રીતે કરે? તેથી વ્યવહાર આવે છે. પણ ત્યાં જ કહ્યું છે કે ઉપદેશ કરનારે કે સાંભળનારે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. વળી પુરુષાર્થસિદ્ધયુપાયમાં તો એમ કહ્યું છે કે ધર્માત્મા સંતો અજ્ઞાનીને વ્યવહાર દ્વાર નિશ્ચય વસ્તુને સમજાવે છે ત્યાં જે એકલા વ્યવહારને પકડે છે તે ઉપદેશ સાંભળવાને પાત્ર જ નથી. ભાઈ ! નિશ્ચયને સમજાવવા માટે વ્યવહાર કહ્યો છે એમ યથાર્થ સમજી દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપ. ભેદથી છે, સમજાવ્યુ પણ ભેદ ઉપર લક્ષ ન આપ, અભેદનું લક્ષ કર. અહાહા...! વસ્તુ તો આવી છે ધર્મ પણ આવો છે અને ધર્મી પણ આવો હોય છે.
પ્રશ્ન:- પ્રથમ તો વ્યવહાર જ હોય ને ?
ઉત્ત૨:- ના, વ્યવહાર પહેલો હોતો નથ. જ્યારે નિશ્ચય પ્રગટ થાય ત્યારે જે રાગ છે તેને વ્યવહાર કહેવામાં આવે છે.
પ્રશ્ન:- વ્યવહાર કરતાં કરતાં ધર્મથઈ જાય એમ છે કે નહિ ?
ઉત્તર:- એમ બીલકુલ નથી. રાગ કરતાં કરતાં અરાગ થઈ જાય એમ કેમ હોઈ શકે? રાગની દશાની દિશા ૫૨ તરફ છે અને અરાગી ધર્મની દશા સ્વ તરફ છે. અરે! પ૨ તરફ લક્ષ કરૈ અને સ્વ તરફ આવે એમ કેવી રીતે બને? ન જ બને. ચાલે આથમણુ અને પહોંચે ઉગમણે એમ બને ? ન જ બને. રાગ તો અંધકાર છે. તે અધકારથી ચૈતન્યમય પ્રકાશ કેમ પ્રાપ્ત થાય ? ન જ થાય. ભાઈ! વસ્તુ જ આવી છે. વ્યવહારથી નિશ્ચય થાય એ માન્યતા એક મોટું શલ્ય છે. જ્યાં વ્યવહારને સાધન કહ્યું છે ત્યાં ધર્મીને નિશ્ચય જે પ્રગટ છે એનો આરોપ આપીને ઉપચારથી કહ્યું છે ખરેખર વ્યવહાર તે સાધન નથી.
કળશ (૪૦) માં આવે છે કે ‘ઘીનો ઘડો' છે તે માટીમય છે, ઘીમય નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com