________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૮૭ ઉત્તર:- હા, પણ એ તો બહારનયની વાત કરી છે. અહીં કહે છે કે કર્મના વિપાકને આત્માન અનુભવતો નથી. જીવ રાગનો અનુભવ કરે છે અથવા પોતાની અનુભૂતિનો અનુભવ કરે છે, પણ પરનો કદીય અનુભવ કરતો નથી.
અરે! વાણિયા આખો દિ' વેપાર-ધંધામાં રચ્યા-પચ્યા રહે એટલે આવી વાત કઠણ પડે, પરંતુ ભાઈ ! વેપાર-ધંધા કોઈ આતમા કરતો નથી. આત્મા વ્યાપક અને વેપારાદિ કામ એનું વ્યાપ્ય એમ ત્રણકાળમાં નથી. પરની પર્યાયને કોણ કરે? લક્ષ્મીની લેવદેવડના સમયે જે ભાવ થાય છે તે ભાવનો જીવ કર્તા છે પણ લેવડદેવડની જે ક્રિયા થાય એનો કર્તા આત્મા નથી. અજ્ઞાની વિકલ્પની જાળનો કર્તા-ભોક્તા થાય છે પણ પરનો કર્તા-ભોક્તા કદીય નથી. જ્યારે દ્રવ્ય અને પર્યાય એબે વચ્ચે ભેદ કરવો હોય ત્યારે તો દ્રવ્ય પર્યાયનું પણ કર્તા નથી, પર્યાયની કર્તા છે એમ આવે. ભાઈ ! આ તો ભેદજ્ઞાનની વાત છે; સિદ્ધિ છે. સમયસારકળશમાં કહ્યું છે ને કે
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१ ।। અનંતકાળમાં જેટલા સિદ્ધ થયા તે બધા ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; રાગથી વ્યવહારથી સિદ્ધ થયા છે એમ નથી. વ્યવહારથી ભિન્નપણારૂપ જ્ઞાન કરીને સિદ્ધ થયા છે. અહીં તો પોતાન પરથી ભિન્ન કરવાની વાત છે. રાગથી ભિન્ન પડીને જેણે સ્વાશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ કરી તે સાધક છે. પરંતુ રાગ-વ્યહાર મને લાભ કર્તા છે એમ રાગ સાથે જે એકતા કરે તેને ભેદજ્ઞાન નથી અને તે ચારગતિરૂપ સંસારમાં રખડશે.
પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન એનું નામ ભેદજ્ઞાન છે. વ્યવહારથી રાગથી ભિન્ન થવું તે ભેદજ્ઞાન છે, વ્યવહારના સહારે ભેદજ્ઞાન નથી. જેનાથી ભિન્ન પડવું છે તે વ્યવહાર ભેદજ્ઞાનનું સાધન કેમ થાય? ન જ થાય. જે સ્વભાવસભુખ થાય છે તે વ્યવહારથી ભિન્ન પડીને અંદર જાય છે. અરે ભાઈ ! વ્યવહાર તો શુભરાગ છે, ઉદયભાવ છે, સંસાર છે, ઝેર છે, અમૃત-સ્વરૂપ ભગવાન આત્માથી વિપરીત સ્વભાવરૂપ છે. મોક્ષ અધિકારમાં પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહરણ આદિ શુભભાવને વિષકુંભ એટલે ઝેરનો ઘડો કહ્યો છે સમ્યગ્દષ્ટિનો વ્યવહાર વિષકુંભ છે.
અજ્ઞાનીના શુભરાગને વ્યવહારને કહેવાતો નથી. રાગથી ભિન્ન પડી જેણે સ્વભાવનો અનુભવ કર્યો તેને જે રાગ બાકી છે અને વ્યવહાર કહે છે. જે શુભરાગમાં જ સાવધાન છે એવા અજ્ઞાનીને વ્યવહાર કેવો? એને તો વ્યવહારમૂઢ કહ્યો છે. સમયસાર ગાથા ૪૧૩માં કહ્યું છે કે “જેઓ ખરેખર હું શ્રમણ છું- એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયનય પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા નથી–અનુભવતા નથી.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com