________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
| [ ૧૮૫ કરે છે અને કર્મ ભોગવે છે એમ (એકાંતે) નથી. જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની રાગનો પણ ભોક્તા છે. પરંતુ પરનો ભોક્તા કદીય નથી. પ્રવચનસારમાં નયઅધિકારમાં દષ્ટાંત આપ્યું છે કે જેમ રંગરેજ રંગકામ કરે છે તેમ જ કે જ્ઞાની સ્વભાવની દષ્ટિએ સ્વભાવનો ભોક્તા છે તોપણ કમજોરથી જે રાગનું પરિણમન છે તેનો કરનાર પોતે છે; કરવા યોગ્ય છે એમ નહિ પણ પરિણમન છે તે અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. તેથી જો કોઈ એકાંતે એમ કહે કે જ્ઞાનીને રગનુંદુઃખનું વેદન છે જ નહિ તો તે યથાર્થ નથી.
સ્વભાવસમ્મુખ થતાં સમ્યકદર્શન-જ્ઞાનપૂર્વક જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો તે આનંદનો જ્ઞાની ભોક્તા છે. પણ સાથે જેટલું રાગનું દુ:ખ છે તેને પણ તે કથંચિત્ ભોગવે છે. પરનો-શરીરીનો કે કર્મનો તે કદીય ભોક્તા નથી. આવો ભગવાનનો માર્ગ છે. બીજી રીતે કહીએ તો આત્મા નિશ્ચયથી મોક્ષમાર્ગમાંનો કર્તા અને ભોક્તા છે. પણ તે રાગનો કર્તા અને ભોક્તા (સર્વથા) છે જ નહિ એમકોઈ માને તો તે એમ નથી. નિશ્ચયની દૃષ્ટિએ જીવ રાગનો કર્તા અને ભોક્તા નથી કેમકે વસ્તુસ્વભાવમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી. વળી બધી શક્તિઓ નિર્વિકારી છે તેથી નિર્વિકારી પર્યાયપણે થવું એ જ એનું સ્વરૂપ છે તોપણ પર્યાયમાં જે વિકાર થાય છે તેનો પરિણમનની અપેક્ષાએ કર્તા અને ભોક્તા પોતે છે એમ જ્ઞાની યથાર્થપણે જાણે છે.
દષ્ટિનો વિષય પર્યાય નથી. દષ્ટિનો વિષય તો ત્રિકાળી અભેદ ચીજ છે. પણ તેથી જો કોઈ એમ કહે કે પર્યાય છે જ નહિ તો એમ વાત નથી. પર્યાય ન હોય તો સંસાર, મોક્ષમાર્ગ અને સિદ્ધપદ-કાંઈ સિદ્ધ નહિ થાય. આ બધી પર્યાય તો છે! હા, ભગવાન આત્મા પરિપૂર્ણ ચીજ છે તે પર્યાયમાં આવે નહિ ધ્રુવ છે તે પર્યાયમાં કયાંથી આવે? પણ પર્યાય પર્યાયપણે નથી એમ છે? ના, એમ નથી. ભગવાન પૂર્ણાનંદનો નાથ સામાન્ય-સામાન્ય એકરૂપ વસ્તુ તે વિશેષમાં-પર્યાયમાં કેમ આવે? વિશેષમાં આવે તો પર્યાયનો બીજે સમયે નાશ થતાં એનો (દ્રવ્યનો) પણ નાશ થઈ જાય, કેમકે પર્યાય પ્રતિસમય ઉત્પાદ-વ્યયરૂપ છે. સમયસાર ગાથા ૩ર૦ની આચાર્ય જયસેનની ટીકામાં આવે છે કે ધ્યાન જે મોક્ષમાર્ગની પર્યાય છે તેનાથી આત્મા કથંચિત્ ભિન્ન છે.
અહાહા...! દ્રવ્ય જે ત્રિકાળી ધ્રુવ છે તે પોતાની કે પરદ્રવ્યની પર્યાયનું કર્તા નથી, રાગ છે તે પણ પરદ્રવ્યની અવસ્થાનું કર્તા નથી, દ્રવ્યદૃષ્ટિ થતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે રાગની કર્તા નથી અને રાગ નિર્મળ પર્યાયનો કર્તા નથી, તથા દ્રવ્ય નિર્મળ પર્યાનું કર્તા નથી. આવો વીતરાગનો અલૌકિક માર્ગ છે! અહો ! દિગંબરદર્શન એ જ જૈનદર્શન છે. સંપ્રદાયવાળાને દુ:ખ લાગે પણ માર્ગ તો આ એક જ છે. ભાઈ ! દિગંબર કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું સ્વરૂપ તે દિગંબર ધર્મ છે.
અહાહા...! આ જૈનદર્શનમાં એમ કહે છે કે પ્રભુ ! તું પરનો કર્તા અને ભોક્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com