________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ વાત છે. શરીર તો જડ માટી છે. એને આત્મા ભોગવી શકતો નથી. પરંતુ તે સમયે જે વિકારી ભાવ થાય તેને તે ભોગવે છે પોતાનો વિકારી ભાવઅને માને કે જડ સ્ત્રીનું શરીર, લક્ષ્મી આદિ પરને ભોગવું છું તો તે તદ્દન વિપરીત દષ્ટિ છે. અહા ! અજ્ઞાનીને પરપદાર્થમાં સુખની (મિથ્યા) કલ્પના છે; તે તે કલ્પનાને ભોગવે છે, પરપદાર્થને નહિ.
ખરેખર પરપદાર્થમાં સુખ છે જ નહિ. ધર્મી સમકિતી જીવને પૈસા, આબરૂ, સ્ત્રી ઈત્યાદિ પરમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. પરમાં રાગમાં, લક્ષ્મીમાં, સ્ત્રીસંગમાં સુખ નથી એમ એને નિશ્ચય થયો છે. એ તો માને છે કે ત્રિકાળ આનંદસ્વરૂપ મારું સ્વરૂપ છે અને એના આશ્રયે પ્રગટ જે અતીન્દ્રિય આનંદ તેનો હું ભોક્તા છું. સમ્યગ્દર્શનમાં જ્ઞાનીને સનું દર્શન થયું છે. સત નામ પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વભાવમય વસ્તુ જે ત્રિકાળ સતનું છે તેનાં પ્રતીતિ અને જ્ઞાન થયાં છે. અહાહા...! સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનની એની એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ વસ્તુની પ્રતીતિમાં અને એનું જ્ઞાન આવ્યાં છે. પરિપૂર્ણ વસ્તુ પર્યાયમાં આવી નથી પણ એનું સમર્થ્ય પ્રતીતિમાં અને જ્ઞાનમાં આવ્યું છે. આવો સમકિતી જીવ ત્રિકાળ આનંદસ્વરૂપ સ્વયંજ્યોતિ સુખધામ એવા ભગવાન આત્માના આનંદને ભોગવે છે.
જ્ઞાનીને સાધકદશામાં રાગનું જે પરિણમન છે તે દૃષ્ટિનો વિષય નથી. દષ્ટિ અને દષ્ટિનો વિષય તો અભેદ નિર્વિકલ્પ છે. અભેદ ચીજની દષ્ટિ થતાં સાથે જે જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયમાં તેને ક્ષણેક્ષણે જે વિકલ્પ ઉઠે છે તેને તે જાણે છે. આટલું રાગનું પરિણમન છે એમ તે જાણે છે. એટલે અંશે તે રાગને ભોગવે પણ છે. છતાં રાગ ભોગવવા લાયક છે એમ એને બુદ્ધિ નથી. એકાકોર કહો છો જ્ઞાની આનંદને ભોગવે છે અને વળી બીજી બાજુ કહો છો રાગને ભોગવે છે એમ આ કેવી વાત ! ભાઈ ! વસ્તુદષ્ટિની અપેક્ષાએ જ્ઞાની (આત્મા) રાગનો કર્તા નથી, ભોક્તા પણ નથી. પરંતુ દષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે જ્ઞાન ત્રિકાળને પણ જાણે છે અને પર્યાયમાં જેટલું રાગનું પરિણમન છે તેને પણ જાણે છે. જેટલું રાગનું પરિણમન છે તેટલા અંશે પોતે રાગનો કર્તા-ભોક્તા છે. રાગ કરવા લાયક અને ભોગવવા લાયક છે એમ જ્ઞાનીને બુદ્ધિ નથી. પણ રાગનું પરિણમન છે એ અપેક્ષાએ તે રાગને ભોગવે છે. આમ જે અપેક્ષાએ જ્યાં જેમ વાત હોય ત્યાં તે યથાર્થ સમજવી જોઈએ.
દષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાની આનંદનો ભોક્તા છે. આત્માના સ્વભાવમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી. તેથી સ્વભાવની અપેક્ષાએ નિશ્ચયથી આત્મા રાગનો કર્તા નથી, ભોક્તા પણ નથી. પરંતુ પર્યાયનું જ્ઞાન કરે તો પર્યાયમાં જે રાગનું પરિણમન છે તે પોતાને એમ જ્ઞાન જાણે છે. તથા પોતાની પર્યાયમાં જે હરખ-શોક થાય છે તેને પોતે ભોગવે છે એમ પણ જ્ઞાની જાણે છે. પર્યાયમાં જે રાગ છે તેને કર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com