________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અને જીવને વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.
ભાવાર્થ- આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મ-ના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે; પુદગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
સમયસાર ગાથા ૮૩ઃ મથાળું તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ છે. બંધમાર્ગ અને મોક્ષમાર્ગ બન્નેનો કર્તા આત્મા સ્વતંત્ર છે એમ હવે સિદ્ધ કરે છે –
* ગાથા ૮૩ : ટીકા ઉપરનું પ્રવચન * જુઓ, ગપ્પામેવ હિ રેટ્રિ–એમ (ગાથામાં) પાઠમાં છે ને ? મતલબ કે વિકારી અને નિર્વિકારી પર્યાયને આત્મા કરે છે. સવારે એમ આવ્યું હતું કે આત્મા મોક્ષમાર્ગની પર્યાયને પણ કરતો નથી. એ તો ત્યાં વસ્તુનો-આત્માનો અકર્તાસ્વભાવ સિદ્ધ કર્યો છે. અહીં તો કર્તાપણાની વાત કરે છે. આત્મા પરનો કર્તા નથી અને પર કર્તા થઇને આત્મામાં કાંઇ કરતું નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. તેથી કહે છે કે મોક્ષમાર્ગની પર્યાય અને રાગની વિકારી પર્યાયનો કર્તા જીવ છે, કર્મ નહિ. ભાઇ ! આ તારી સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે. માટે કર્મથી થાય અને રાગથી થાય એવી વિપરીતતા છોડી દે. વિપરીત પરિણામનું ફળ આકરું આવશે. બાપા!
“જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે.'
દરિયામાં તરંગ ઉઠે તેને ઉત્તરંગ કહે છે અને તરંગ વિલય પામે તેને નિતરંગ (તરંગ રહિત) કહે છે. દરિયામાં તરંગ ઉઠે ત્યારે પવનનું વાવું નિમિત્ત છે અને જ્યારે તરંગ વિલય પામે ત્યારે પવનનું નહિ વાવું નિમિત્ત છે. પવનનું વાવું નિમિત્ત છે એટલે એ (પવનનું વાવું) તરંગને ઉઠાવે છે એમ નથી. તથા પવનનું નહિ વાવું તરંગને શમાવી દે છે એમ નથી. પવન અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. એટલે પવન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com