________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૫ બંધાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. આ પ્રમાણે વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્યસ્વભાવમય ભગવાન છે. તે શું કરે? શું તે રાગાદિ વિકાર કરે? શું તે જ્ઞાનાવરણાદિ કર્મ કરે? અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપી સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા રાગાદિ વિકાર કરે કે જ્ઞાનાવરણાદિ જડ કર્મ કરે એ વાત જૂઠી છે. માત્ર જાણવું, જાણવું, જાણવું એ જ જેનો સ્વભાવ છે તે રાગાદિ પરને જાણે એ તો ઠીક છે પણ તે રાગાદિ પરને કરે એ માન્યતા વિપરીત છે, અજ્ઞાન છે. ભાઈ ! આ દયા, દાન આદિ જે ભાવ થાય તેનો હું કર્તા અને દયા, દાન આદિ ભાવ તે મારું કર્મ તથા તે સમયે જે પુણ્યકર્મ બંધાય તે પણ મારું કર્મ એવી માન્યતા તે અજ્ઞાન છે.
આ કર્તાકર્મવિભાવને-અજ્ઞાનને મેટીને જે જ્ઞાતાભાવે એક જ્ઞાયકના લક્ષે પરિણમે તે કર્મનો નાશ કરીને શિવમાં વસે છે. શિવમાં વસે છે એટલે કલ્યાણપદ-સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. લ્યો, એક કોર એમ કહે કે ભાવકર્મનો આત્મા નાશ કરે છે એ કથનમાત્ર છે (સમયસાર ગાથા ૩૪), અને જડ દ્રવ્યકર્મના નાશનો કર્તા તો આત્મા છે જ નહિ કારણ કે દ્રવ્યકર્મનું અકર્મપણે પરિણમન થવું એ તો પરમાણુઓનું કાર્ય છે, આત્માનું નહિ; જ્યારે અહીં કહે છે ‘કર્મ નાશી શિવમાં વસે ”—આ કેવું! ભાઈ, આત્મા પરમાર્થે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કરતો નથી. પરંતુ જ્યાં સ્વયં, શુદ્ધ એક ચિદ્રુપ જ્ઞાયકના લક્ષે પરિણમ્યો અને ઠર્યો ત્યાં પોતે વીતરાગદશાને પામ્યો તથા રાગાદિ ઉત્પન્ન જ થયા નહિ, અને દ્રવ્ય કર્મ પણ અકર્મપણે પરિણમ્યાં તો એટલું દેખીને વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એણે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કર્યો. “ણમો અરિહંતાણું નથી કહેતા? એટલે કે કર્મરૂપી વૈરીને ભગવાને હણ્યા. પરમાર્થે ભગવાને જડકર્મને તો હણ્યાં નથી પણ રાગાદિ ભાવકર્મને પણ હણ્યાં નથી. ભગવાન તો સ્વરૂપસ્થ થઈ પૂર્ણ વીતરાગતાને અને સર્વજ્ઞતાને પામ્યા છે. ત્યારે રાગાદિ ભાવકર્મ ઉત્પન્ન જ થયાં નહિ અને દ્રવ્યકર્મ અકર્મપણે પરિણમી ગયાં; તેથી ભગવાને ભાવકર્મદ્રવ્યકર્મનો નાશ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવો વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! તેને સમજવા તત્ત્વ-દષ્ટિ કેળવવી જોઈએ.
આ પ્રમાણે શિવપદને પ્રાપ્ત પરમ પવિત્ર પરમાત્માને, મદ ખોઈને એટલે કે નિર્માનતા પ્રગટ કરીને અત્યંત પવિત્ર ભાવથી હું નમસ્કાર કરું છું-એમ પંડિત શ્રી જયચંદ્રજીએ માંગલિક કર્યું છે.
પ્રથમ ટીકાકાર કહે છે કે-“હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે. જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે છે તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com