________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતરઆશ્રય દોષ પણ આવતો નથી.
આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે.
લ્યો, હવે કર્તા-કર્મનો અધિકાર આવે છે.
આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. અહાહા...! શું અદભુત એની રચના છે! અલૌકિક ગાથાઓ અને અલૌકિક ટીકા છે. દેવાધિદેવ અરિહંતદેવની સાક્ષાત્ દિવ્ય-ધ્વનિનો સાર લઈને શ્રી કુંદકુંદાચાર્યદવે આ સમયસારની રચના કરી છે. અહો સમયસાર! ભાવો બ્રહ્માંડના ભર્યા! (તારામાં).
પહેલા અધિકારમાં આચાર્યદેવશ્રીએ જીવ-અજીવ દ્રવ્યની ભિન્નતાની વાત કરી; જીવ અને અજીવ દ્રવ્યો સૌ સ્વતંત્ર અને ભિન્ન છે એમ સિદ્ધ કર્યું. હવે જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયમાં (કર્તા-કર્મ સંબંધી) જે ભૂલ થાય છે તેની આ અધિકારમાં વાત છે. ભાઈ ! પર્યાયમાં જે ભૂલ છે તે સંસાર છે, અને તે ભૂલ મટતાં, ભૂલનો અભાવ થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત છે. હવે પ્રથમ પંડિત શ્રી જયચંદ્રજી માંગળિકનું પદ કહે છે:
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય. કર્તા એટલે થનારો. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઇષ્ટ તે કર્મ. જ્ઞાનનું ઇષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીનું રાગ-દ્વેષ. અહીં કહે છે કે આત્મા કર્તા અને રાગ-દ્વેષાદિ વિકાર એનું કર્મ-એ વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. અહાહા! હું કર્તા અને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ વિકાર થાય કે તે વેળા જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય તે મારું કર્મ-એ અજ્ઞાન છે. આવા અજ્ઞાનને દૂર કરીને જે જ્ઞાનભાવે પરિણમે તે રાગ-દ્વેષનો કર્તા મટીને જ્ઞાતા થાય છે.
પ્રશ્ન:- અહીં પર્યાયમાં રાગાદિ ભાવ છે તેથી પરમાણુઓ જ્ઞાનાવરણાદિ કર્મપણે પરિણમે છે ને?
ઉત્તર:- એમ નથી, ભાઈ ! એ કર્મયોગ્ય પરમાણુઓની કર્મભાવે પરિણમવાની જે તે સમયે યોગ્યતા અને જન્મક્ષણ છે તેથી સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મભાવે પરિણમે છે અને ત્યારે રાગાદિ ભાવ છે તે એમાં નિમિત્ત છે. રાગાદિથી જ્ઞાનાવરણાદિ કર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com