SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૭૭ स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु सगपरिणामं अणेयविहं।। ७७।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम्।। ७७।। હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી? તેનો ઉત્તર કહે છે: વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭. ગાથાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની [ નેવિયર્] અનેક પ્રકારના [સ્વપરિણામન્] પોતાના પરિણામને [નાનનું ગપિ ] જાણતો હોવા છતાં [7] નિશ્ચયથી [પદ્રવ્યપર્યાય] પરદ્રવ્યના પર્યાયમાં [ પ પરિણમતિ] પરિણમતો નથી, [ ન જાતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ન ઉત્પદ્યતે] તે-રૂપે ઊપજતો નથી. ટીકા:- પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે રૂપે ઊપજતો થયો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પારદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ- ૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની' એમ હતું તેને બદલે અહીં “પોતાના પરિણામને જાણતો જ્ઞાની' એમ કહ્યું છે–એટલો ફેર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy