________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧૫
સમયસાર ગાથા ૭૫ ]
(વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે.' ત્રિકાળી વસ્તુ જે દ્રવ્ય તે વ્યાપક છે કેમકે તે દરેક અવસ્થામાં હોય છે. અને વર્તમાન વર્તતી અવસ્થા તે વ્યાપકનું વ્યાપ્ય છે.
દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે.’ એટલે કે તેને ૫૨વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. પોતાનું દ્રવ્ય અને પોતાની પર્યાય પરથી ભિન્ન છે અને પોતે અભેદરૂપ છે. ૫૨થી ભિન્ન છે એ અપેક્ષાએ દ્રવ્ય-પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. ત્યાં દ્રવ્ય અને પર્યાય એક થયાં છે એમ નથી. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ છે એટલે પરની સાથે કે રાગની સાથે કાંઈ સંબંધ નથી. નિર્મળ પર્યાય અને દ્રવ્ય અભેદ છે એટલે કે નિર્મળ પર્યાય છે તે વ્યાપક એવા દ્રવ્યનું વ્યાપ્ય છે. એ પર્યાયનો કર્તા દ્રવ્ય છે એમ અભેદનો અર્થ છે.
અરે ભાઈ! અનંતકાળની પોતાની ચીજ છે. તેની દૃષ્ટિ કરવી તે કાંઈ સાધારણ વાત નથી. જે પર્યાયબુદ્ધિ અને રાગબુદ્ધિ અનાદિથી છે તેમાં પલટો મારીને દ્રવ્યબુદ્ધિ કરવી એ સાધારણ (પુરુષાર્થની ) વાત નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. તે છે એમ જ્યાં પર્યાય દ્રવ્ય સન્મુખ ઢળીને તેનો સ્વીકાર કરે છે ત્યારે દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ તે દ્રવ્યનો સ્વીકાર કરે છે અને ત્યાં તેને શાંતિનો અનુભવ થાય છે. પોતે આત્મા વ્યાપક અને પોતાની નિર્મળ પર્યાય તે વ્યાપ્ય એમ અભેદરૂપ પરિણમન છે ત્યાં શાંતિ છે. પણ પોતે આત્મા વ્યાપક અને પુણ્ય-પાપના ભાવ તે મારું વ્યાપ્ય એમ જે માને તેને અશાંતિ છે. આવુ જ વસ્તુનું સ્વરૂપ છે.
હવે કહે છે– જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય; અતસ્વરૂપમાં ન જ હોય.'
જુઓ, શું કહે છે? જે દ્રવ્યનું સ્વરૂપ છે એ જ પર્યાયનું સ્વરૂપ છે. પર્યાય એની જાતની છે ને! પર્યાય અને દ્રવ્ય બન્ને એક થયા છે એમ નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે, દ્રવ્યમાં ભળીને જાણતી નથી; પરંતુ પરથી ભિન્નપણું છે એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ. આ પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ વા સત્ત્વ તે જ પર્યાયનું સ્વરૂપ વા સત્ત્વ છે, આમ હોઈને એટલે કે દ્રવ્ય-પર્યાયની અભિન્નતા હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે.
આવું વ્યાખવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે, અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે. પરંતુ અતસ્વરૂપમાં અર્થાત્ ભિન્ન ભિન્ન સત્તાવાળા પદાર્થોમાં આવું વ્યાપ્ય-વ્યાપકપણું હોતું નથી. રાગને અને આત્માને વ્યાખવ્યાપકપણું નથી કેમકે બન્ને ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com