________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અહાહા...! આત્મા પોતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાતા-દષ્ટા સ્વભાવથી ભરેલો ભગવાન છે. તે જ્ઞાતા-દષ્ટા થઈને પરિણમે તે શોભા છે. પહેલાં રાગનો કર્તા થઈને પરિણમતો હતો તે અશોભા હતી, અજ્ઞાન હતું, દુઃખ હતું. હવે તે રાગના કર્તુત્વરહિત થઈને જ્ઞાતાસ્વભાવે જ્ઞાનપણે, આનંદપણે પરિણમતો તે અતીન્દ્રિય આનંદની લહેરથી શોભે છે. સ્વરૂપના ભાન વિના પહેલાં વ્યવહારના રાગના કર્તાપણે પરિણમતો હતો તે અજ્ઞાનદશા હતી, દુઃખદશા હતી. હવે પ્રબળ વિવેકરૂપ સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતાં અજ્ઞાન અંધકારને ભેદતો તે રાગનો અકર્તા થઈને અને જ્ઞાન અને આનંદની પર્યાયનો કર્તા થઈને પોતે શોભે છે.
પ્રશ્ન:- વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર- અરે ભાઈ ! એ તો સાધનનો આરોપ કરીને કથન કર્યું છે. વ્યવહારનો રાગ જે અતભાવરૂપ છે તે તસ્વભાવનું-નિશ્ચયનું સાધન કેમ થાય? ન જ થાય. અહીં તો રાગથી ભિન્ન પડી, જ્ઞાયકભાવ પ્રસરીને-વિસ્તરીને જે નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ થઈ તે સાધન છે એમ કહ્યું છે. અને ત્યારે જે રાગ છે તેને સહુચર વા નિમિત્ત દેખીને ઉપચારથી આરોપ કરીને સાધન કહ્યું છે. સર્વત્ર વ્યવહારનું લક્ષણ જ એવું છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવીને કથન કરે. એકના ભાવને બીજાના ભાવમાં ભેળવીને કથન કરે અને કારણમાં કાર્યને ભેળવીને કથન કરે એવું વ્યવહારનું લક્ષણ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ નિશ્ચય-વ્યવહારનો બહુ સરસ ખુલાસો કર્યો છે.
પોતાને બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? અશુદ્ધતામાં પણ પોતે સ્વતંત્ર છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે-તેરી અશુદ્ધતા ભી બડી–એટલે કે જેને વિપરીત બેઠું છે તે ત્રિલોકનાથ ભગવાનની વાણી સાંભળીને પણ વિપરીત માન્યતાથી ખસે નહિ એવી એની અશુદ્ધતાની પણ મોટપ છે; પોતાની ઊંધી પકડ છોડ જ નહિ. અહીં કહે છે કે રાગ મારું કાર્ય અને હું રાગનો કર્તા એ માન્યતા અજ્ઞાન છે. આ વિપરીત અભિપ્રાયને તો પ્રથમ સુધાર. વસ્તુસ્થિતિનો પ્રથમ જ્ઞાનમાં સમ્યક નિર્ણય તો કર. સ્થિરતા ન થઈ શકે એ જુદી વાત છે. ભાઈ! પ્રથમ સ્વરૂપ આમ જ છે એમ નિર્ણય તો કર. રાગનું કર્તુત્વ મારું નહિ, પણ તે કાળે અને અને પરને જાણતું જે મારું જ્ઞાન તે મારું કાર્ય અને હું તેનો કર્તા એવા નિર્ણય સહિત જે જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો તે અજ્ઞાન-અંધકારને ભેદીને પોતે અકર્તાપણે-જ્ઞાતાપણે પરિણમતો કર્તુત્વરહિત થઈને શોભે છે. આવી અદભુત આ વાત છે. એ કાંઈ વાદવિવાદથી પાર પડે એમ
નથી.
* કળશ ૪૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com