________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૬૯
હવે સવળું લ્યો. અવળાની વાત પહેલાં કરી. વળી અગ્નિ છે તે ઇંધન નથી એ દષ્ટાંતથી પ્રતિબુદ્ધની વાત કરે છે.
વળી અગ્નિ છે તે લાકડું (ઇંધન) નથી, અને બંધન છે તે અગ્નિ નથી. અગ્નિ – પ્રકાશમાન જ્યોતિ તે લાકડું નથી. લાકડું છે તે પ્રકાશ નથી. સમયસાર, જયસેનાચાર્યની ટીકામાં અગ્નિના ત્રણ મુખ્ય ગણો વર્ણવ્યા છે. પાચક, પ્રકાશક અને દાહક, અગ્નિ અનાજને પકવે એ પાચક, અગ્નિ પોતાને અને પરને પ્રકાશે તે પ્રકાશક અને લાકડાં આદિને બાળે તે દાહક. તેમ ભગવાન આત્મામાં ત્રણ મુખ્ય ગુણો છે. પાચક-સમ્યગ્દર્શન પૂર્ણાનંદને પચાવે છે તે પાચક. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય પૂર્ણાનંદસ્વરૂપને પચાવે છે. પ્રકાશક : જ્ઞાન સ્વ અને પરને જાણવાનો પ્રકાશ કરે છે તે પ્રકાશક અને દાહક : વીતરાગી ચારિત્ર રાગાદિને બાળી મૂકે છે તે દાહક. જ્યાં આત્મામાં સ્થિરતા થઈ ત્યાં રાગ રહેતો નથી એ દાહક. આમ અગ્નિના દષ્ટાંતે આત્મામાં ત્રણ ગુણ કહ્યા.
વળી અગ્નિ છે તે બંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી. અગ્નિ છે તે અગ્નિ જ છે, ઇંધન છે તે ઇંધન જ છે. આ સામાન્ય વાત કરી. (હવે ત્રણ કાળથી વાત કરે છે.) (વર્તમાન) અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, –અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે-એ વર્તમાન થયું. (ભૂતકાળ) અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, –અગ્નિનો અગ્નિ પહેલાં હુતો, ઇંધનનું ઇંધન પહેલાં તું-એ ભૂતકાળ થયો. (ભવિષ્યકાળ) અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, –અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન ભવિષ્યમાં થશે. આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે.
તેવી જ રીતે હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, -હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે. આ સામાન્ય વાત કરી, જુઓ, આ હું તો સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ આત્મા છું. હું સર્વને જાણું ખરો, પણ એ સર્વ મારું નહિ. અહાહા ! પર્યાયમાં સ્વપરને પૂર્ણ જાણું એ મારો સ્વભાવ છે, પણ પર મારા છે એમ વસ્તુસ્વરૂપ નથી. તથા પર હતાં તો મારામાં જ્ઞાન થયું એમ પણ નથી. અહીં શું કહે છે? કે હું આ પરદ્રવ્ય નથી. રાગ એ હું નહિ, શરીર એ હું નહિ, દેશ, કુટુંબ, દીકરા-દીકરી એ હું નહિ. કેટલાક માને છે ને કે-મારી (પોતાની) હાજરી હોય અને મારી (પોતાની) હૂંફ મળે તો કામ સારાં થાય. ધૂળેય નથી. હું (પોતે ) તો જાણનાર જ્ઞાયક છું. એમાં વળી બીજાને હૂંફ મળે એ કયાંથી આવ્યું? વળી આ પરદ્રવ્ય મારા સ્વરૂપે નથી. આ શરીર, મન, વાણી, રાગ તે મારું સ્વરૂપ નહિ. હું તો એક અતિ સર્વજ્ઞસ્વરૂપ જ છું. લોકમાં માણસ હોશિયાર હોય તો વધારે રળે અને દુકાને ડફોળ બેઠો હોય તો શું વળે? એમ નથી કહેતા! જાઓ, ગામની ઘણી દુકાનો ભાંગી પડી અને હું હોશિયાર-જાણકાર છું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com