________________
૬૮ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પહેલાં કહ્યું ને કે–મેં ઉપદેશ કર્યો હતો એનાથી બધા સમજ્યા અને મારા ઉપદેશનું આ ફળ આવ્યું-આવા જૂઠા વિકલ્પથી અજ્ઞાની અપ્રતિબુદ્ધ ઓળખાય છે, પહેલાં દલપતરામની કવિતામાં આવતું કે “મૂરખ માથે શીંગડાં નિહ, ” તો જેમ આ મૂરખને
એવી કોઈ નિશાની હોતી નથી એમ અજ્ઞાનીને બહારમાં એવાં કોઈ ચિહ્ન હોતા નથી પણ પરદ્રવ્યને પોતાનું માનવું અને પોતાને પરદ્રવ્યરૂપ માનવું એ અજ્ઞાનીનું ચિહ્ન અંદરમાં છે.
અહીં તો ભગવાન આત્મા ખરેખર સર્વજ્ઞસ્વભાવી છે એમ સિદ્ધ કરવું છે. તે ભૂતકાળની ચીજ જાણે, વર્તમાન છે એને જાણે, ભવિષ્યમાં થશે એને જાણે. જાણે, જાણે અને જાણે–એ સિવાય બીજું એનામાં છે નહિ. બીજી રીતે કહીએ તો જ્ઞાતા-દષ્ટા એનો સ્વભાવ છે, દેખનાર-જાણનાર બસ. એ વસ્તુના ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણે એ જુદી વાત. પણ તે વસ્તુ હતી માટે જાણે એમ નથી. એ સમયની સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટી એને જાણે છે.
બંધ અધિકારમાં ત્યાં સુધી લીધું છે કે-આને મેં મોક્ષ પમાડયો, હું આને મોક્ષ પમાડું, હું આને બંધ કરાવું એવી માન્યતા મિથ્યાબુદ્ઘિ છે. ભાઈ, એના અજ્ઞાન અને રાગ વિના એને બંધ નહિ થાય. અને વીતરાગતા વિના એને મુક્તિ નહિ થાય. (તારા વિના નહિ થાય એમ નહીં.) હું આને આજીવિકા દઈને જીવાડું, હું આને મારું, હું આને સુખના સંયોગો ઘઉં, હું આને દુ:ખના સંયોગો દઉં-એ બધી માન્યતા મિથ્યાદષ્ટિ મૂઢ અપ્રતિબુદ્ધની છે. ત્યાં દલીલ આપી છે કે જીવની વીતરાગ દશા વિના એ મુક્તિ નહિ પામે, તો તું પમાડીશ એ કયાં આવ્યું? અને અજ્ઞાન અને રાગભાવ વિના જીવને બંધ નહિ થાય એટલે આને હું બંધ કરાવું એ વાત કયાં રહી?
શ્વેતાંબરમાં એક કથા આવે છે. દેવદ્રવ્ય ખાય તો ખાનારને નુકશાન થાય-પાપ થાય, એના ઉપર એક એવી કથા છે. બે જણ હતા. એક બીજાનો વૈરી હતો. હવે જેના ૫૨ વેર હતું એનું મકાન થતું હતું. તેમાં પેલા વૈરીએ દેરાસરની ઇંટ લઈને મકાન થતું હતું એમાં મૂકી દીધી. એણે વેર વાળવા આમ કર્યું. એને મન એમ કે હવે પેલા વૈરીને દેવદ્રવ્ય ખાધાનું પાપ લાગશે અને એનું નખ્ખોદ જશે. પણ ભાઈ, જેનું મકાન થતું હતું એને પોતાને તો ઇંટની ખબરેય નથી તો પછી એને પાપ લાગે અને એનું નખ્ખોદ જાય એમ શી રીતે બને? ન બને. પણ અજ્ઞાની આવું અનાદિથી માની રહ્યો છે. વળી કોઈ એમ માને છે કે આપણે લાખ બે લાખનું જે મંદિર બંધાવીએ તેમાં જે લોકો ભક્તિ, પૂજા, ધર્મ કરે એનો ( પુણ્ય ) લાભ આપણને મળશે. આ તદ્દન ખોટી વાત છે. (અજ્ઞાનીઓ આવું ને આવું કેટલુંય માનતાં હોય છે.) અહીં તો કહે છે કે હું આનો અને આ મારાં એમ ત્રણેકાળ સંબંધી રાગ, શરીર, વાણી, પૈસા, લક્ષ્મી, ઘર, દીકરા, દીકરી, દેશ ઇત્યાદિ એ બધા બોલ લાગુ પાડતાં જે આ પ્રકારે જૂઠા વિકલ્પો કરે છે તે અજ્ઞાનીઅપ્રતિબુદ્ધ છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com