________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
એમ નહિ. ઓહો! દિગંબર સંતોની ગજબ શૈલી! ધર્મએ વીતરાગી દશા છે, એમાં વ્યવહારરત્નત્રયના રાગનું મિશ્રપણું નથી.
લોકો કહે છે કે આ બધા છોકરાઓ ભણીગણીને હોશિયાર એન્જિનિયર થાય છે, પછી કારખાનાં કરે છે. કહે છે ને કે જુઓ, આનો દીકરો કારખાનાં કેવાં કરે છે? શું એ સાચું હશે? ગપ છે, કારખાનાં કેવાં? ભાઈ, તું તો જ્ઞાયકસ્વરૂપ છે ને. પ્રભુ! તું એક સમયની પર્યાય જેટલો નથી તો પછી રાગનો, દીકરા-દીકરીનો, દેશનો વગેરેનો કેમ હોય? આ લક્ષ્મીવાળો, આબરૂવાળો, પૈસાવાળો, બાયડીવાળો, કુટુંબવાળો, કારખાનાવાળો અહાહા ! કેટલા વાળા વળગ્યા એને ? એક વાળો હોય તો રાડ નાખે છે. વાળો (એક જાતનું જંતુ) વાવ-કૂવાના પાણીમાં હોય છે તે પીવાથી પગમાં લાંબો તાંતણો નીકળે છે. એક વાળાથી તો રાડ નાખી જાય છે તો આ તો કેટલા વાળા?
પ્રશ્ન-એ વાળો જે પગમાં નીકળે એ તો દુઃખે છે પણ આ તો દુખતા નથી ને?
ઉત્તર:-ભાઈ, વાત તો ખરેખર એમ છે કે શરીરાદિ પર ચીજ મારી છે એ માન્યતા દુઃખરૂપ છે. અને પર ચીજ-શરીર, પૈસા વગેરે ઉપર લક્ષ જાય છે ત્યારે પોતાના આકુળતાના દુઃખમાં એ (પર ચીજ ) નિમિત્ત છે. આનંદનું-અતીન્દ્રિય આનંદનું (સુખનું) કારણ તો એકમાત્ર ચૈતન્યમુર્તિ ભગવાન છે.
વ્યવહારરત્નત્રય આદિ પરદ્રવ્યો મારા છે એમ માને તે મૂઢ મિથ્યાષ્ટિ છે. નિયમસાર ગાથા ૫૦ માં તો શુદ્ધરત્નત્રયની મોક્ષમાર્ગની વીતરાગી નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે. ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયક દ્રવ્ય જે નહિ તે બધું પરદ્રવ્ય છે. આત્મા પર્યાય જેટલો છે એમ માને તે પોતાને પરદ્રવ્યરૂપ માને છે. એટલે ચૈતન્યસૂર્ય, આનંદનો નાથ, ભગવાન આત્મા સિવાય એક સમયની પર્યાયને, રાગને કે શરીરાદિ પરદ્રવ્યને પોતાનું માને તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. ત્યાં (નિયમસાર ગાથા ૫૦ માં) સમ્યગ્દર્શન અને વીતરાગી ચારિત્રને પરદ્રવ્ય કહ્યું છે કારણ કે જેમ સ્વદ્રવ્ય (લક્ષ) સિવાય બીજા દ્રવ્યમાંથી પોતાની નવી (નિર્મળ) પર્યાય આવતી નથી તેમ નવી (નિર્મળ) પર્યાય નિર્મળ પર્યાયમાંથી પણ આવતી નથી. ત્યાં એને (નિર્મળ પર્યાયને) પરદ્રવ્ય કહીને
સ્વદ્રવ્યની દૃષ્ટિ કરાવવી છે. નવી (નિર્મળ ) પર્યાયની ઉત્પત્તિ સ્વદ્રવ્યના આશ્રયે થાય છે. (પણ પર્યાયના આશ્રયે થતી નથી) પર્યાયમાંથી પર્યાય ન આવે. ભાઈ ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ ગહન છે.
અહાહા ! જૈનધર્મના પરિણમનને પામેલા, વીતરાગતાની પરિણતિમાં ઊભેલા આ દિગંબર મુનિઓ-સંતો તો જુઓ. તેમને વિકલ્પ આવ્યો અને ટીકા ટીકાના કારણે થઈ. આચાર્ય ભગવાન ટીકાના છેલ્લા શ્લોકમાં કહે છે કે આ ટીકાનો હું ર્તા નથી. મારા માથે આળ નાખશો મા. (હું તો સ્વરૂપગુણ ) અરે પ્રભુ! આવી સરસ ટીકા કરીને આપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com