________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૬૫
વસ્તુપણે તો જ્ઞાયક ચૌદ માર્ગણામાં છે જ નહિ, ભેદમાં આત્મા છે જ નહિ. અને એ માર્ગણાસ્થાનો વસ્તુપણે આત્મામાં છે જ નહિ. અરે ! ગુણસ્થાનપણે એને ગોતીએ તો ગુણસ્થાન પણ જ્ઞાયકમાં નથી, અને જ્ઞાયક આત્મા ગુણસ્થાનમાં નથી. આવી વાત છે, ભાઈ ! ઝીણી. આ તો ટૂંકામાં સમજાવ્યું છે. ભાઈ, તું કોણ છો એની આ વાત છે.
હું આ પરદ્રવ્ય છું અને આ પરદ્રવ્ય મારા સ્વરૂપે છે એ માન્યતા અજ્ઞાન છે. આ રાગ-વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ મારા સ્વરૂપે છે, આ શરીર મારા સ્વરૂપે છે, સ્ત્રી મારા સ્વરૂપે છેઃ અર્ધાંગના નથી કહેતા ? સ્ત્રીને અડધું અંગ-અડધું હું અને અડધું એ-એમ કહે છે. આ તો મૂર્ખાઈ છે, ધૂળેય અર્ધાંગના નથી. એ આત્મા જુદો, એના શરીરનાં ૨જણ જુદાં; એને અને આત્માને સંબંધ કેવો ? આ મારો દેશ, આ મારો પુત્ર, આ મારા પિતા એમ નિમિત્તથી, વ્યવહા૨થી, બોલાય છે. કોના પિતા ? કોનો પુત્ર? આત્માને બાપ કેવો અને દીકરો કેવો ? જીવ એક નિજ જ્ઞાયકભાવ સિવાય જેટલી ચીજ-પુણ્ય-પાપ, ગુણસ્થાન ભેદ ઇત્યાદિ બધાં મારાં-પોતાનાં માને એ ૫૨દ્રવ્યને જ પોતાનું માને છે. આ તો પાંચમું ગુણસ્થાન (શ્રાવક દશા) કોને કહેવું એ કયાં એને ખબર છે? પર્યાયમાં એ વસ્તુનું વ્યવહારનયથી જ્ઞાન કરે, પણ એ ચીજ મારી છે અને એ હું છું એમ માને તો મિથ્યાદષ્ટિ છે.
66
‘હું આ’ એમ બે અસ્તિ તો સિદ્ધ કરી. ‘હું’ એટલે એક અસ્તિ અને ‘આ’ એ બીજી અસ્તિ થઈ. રાગાદિ, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, શરીર, મન, વાણી, ઇંદ્રિય ઇત્યાદિ અસ્તિ તો છે. વેદાન્તીની પેઠે એમ તો નથી બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા.' આત્મા સત્ય અને બીજું ભ્રમ એમ નથી. હું અને આ એમ બે શબ્દ વાપર્યા છે. આ ટીકા તો બહુ ટૂંકી ભાષામાં છે પણ અંદર ઘણું રહસ્ય ભરેલું છે.
પ્રાર્થના:- ( અહીં શ્રોતા વિશેષ ખુલાસો કરવા માટે વિનંતી કરે છે?) તે આપ ખોલો. ( કૃપાળુદેવ ! )
હા, હળવે હળવે ખોલીએ.
સવારમાં જીઓને કેવું આવ્યું હતું? કે જૈનધર્મ કોને કહેવો? (તો કહે છે) કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલો અથવા વીતરાગસ્વભાવે ભરેલો પ્રભુ છે. એની પરિણતિમાં-પર્યાયમાં વીતરાગતાની દૃષ્ટિ, જ્ઞાન અને શાન્તિ પ્રગટે એ જૈનધર્મ. મુનિઓએ ત્યાં સુધી કહ્યું કે એ જૈનધર્મ જયવંત વર્તે છે–એટલે કે આ જ્ઞાયક પ્રભુ મારો નાથ મને હાથ આવ્યો છે, મને વીતરાગી સમકિત, વીતરાગી જ્ઞાન અને વીતરાગી રમણતારૂપ જૈનધર્મ જયવંત વર્તે છે. મને એ જૈનધર્મ પ્રગટ છે, કોઈકને હશે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com