SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૨૦-૨૧-૨૨ ] [ ૬૩ (માતિની) त्यजतु जगदिदानी मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्मानात्मना साकमेक: किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।। २२ ।। ભાવાર્થઃ- જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇન્ધનના દષ્ટાંત દ્વારા દઢ કર્યું છે. હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [17] જગત અર્થાત્ જગતના જીવો [ભાગનનીä મોદ+] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [ યુવાન ત્યનr] હવે તો છોડો અને [ સિરુનાં રો ] રસિક જનોને રૂચિકર, [૩ઘત્ જ્ઞાનમ્ ] ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને [૨સયતુ] આસ્વાદો; કારણ કે [3] આ લોકમાં [ માત્મા] આત્મા છે તે [વિન] ખરેખર [ 4થમ uિ] કોઈ પ્રકારે [વનાત્મના સામ્] અનાત્મા (પરદ્રવ્ય) સાથે [ પિ છાને] કોઈ કાળે પણ દૂતાવાસ્યવૃત્તિમ્ યતિ ન] તાદામ્યવૃત્તિ (એકપણું ) પામતો નથી, કેમ કે [ :] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ થતો નથી. ભાવાર્થ- આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્યો, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોટું છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. ર૨. ઉપોદ્ઘાતઃ હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખાય એનું ચિત્ર બતાવો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે - ટીકા - (દષ્ટાંતથી સમજાવે છે, જેમ કોઈ પુરુષ બંધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે-“અગ્નિ છે તે ઇંધન છે, બંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, ઇંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, ઇંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે;”—આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ-લૌકિક મૂર્ખ કોઈ ઓળખાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy