________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭–૧૮ ]
[ ૪૭
આપ સર્વજ્ઞ છો એમ અમે નિર્ણય કર્યો છે; કેમ કે આપની સર્વજ્ઞની પર્યાયમાં ભૂતવર્તમાન-ભાવિ પર્યાયો સહિત તથા એક સમયનો કાળ અને જગતના અનંતા દ્રવ્યોને એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત આપે જાણ્યા, એક સમયમાં ત્રણનો નિર્ણય કર્યો. કાળ ત્રણ, અનંતા દ્રવ્યો ત્રણ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) સહિત અને સમય એકમાં (એક સમયમાં) આપે જાણ્યાં. આમ એક સમયમાં ત્રણ, સર્વજ્ઞ સિવાય કોઈ કહી શકે નહિ તેથી આપ સર્વજ્ઞ છો એમ અમે નિશ્ચય કર્યો છે. આ રીતે કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો કહેવાય.
હવે ફરીથી શિષ્ય પૂછે છે કે જ્ઞાનની ઉત્પત્તિ સ્વયંબુદ્ધત્વથી એટલે પોતે પોતાથી આત્મામાં જ્ઞાન અને આનંદની જાગૃતિ કરે અથવા બોધિતબુદ્ધત્વથી એટલે બીજો કોઈ સમજાવવાવાળો મળે ત્યારે સમજે–જો આમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે?’ શિષ્યનો પ્રશ્ન એમ છે કે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એવું ભાન હજુ થયું નથી તો પહેલાંથી એ અજ્ઞાની છે, અપ્રતિબુદ્ધ છે? આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે, જાણવાના સ્વભાવવાળો જ્ઞાનવાળો તો છે, તો પછી એને અજ્ઞાની કેમ કહેવાય ?
ઉત્ત૨:-એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. કેમ કે એણે આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એવો અનુભવ કદી કર્યો નથી. અહાહા! વસ્તુ ત્રિકાળી જ્ઞાનસ્વભાવી હોવા છતાં ‘જ્ઞાન તે આત્મા’ એવો અનુભવ કર્યો નથી ત્યાંસુધી તે અજ્ઞાની અને મૂઢ છે. ચાહે તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ લાખ-કરોડ–અનંતવાર કરે તોપણ અજ્ઞાની જ છે, કેમ કે એ તો શુભરાગ છે, ધર્મ નથી.
ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે. કહ્યું છે ને કે-‘ વત્યુ સહાવો ધમ્મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ જે આત્મા છે તેમાં અનંતગુણો (ધર્મો) રહેલા છે, વસેલા છે. તેથી તેને વસ્તુ કહે છે. ગોમ્મટસારમાં આવે છે કે જેમાં અનંત ગુણ વસ્યા-રહેલા છે તેને વસ્તુ કહે છે. અહાહા! જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા, સ્વચ્છતા, ઇશ્વરતા ઇત્યાદિ અનંતગુણ વસ્તુમાં વસેલા છે એવી અંતરદષ્ટિપૂર્વક સ્વીકાર, શ્રદ્ધા-પ્રતીતિ કરીને, અનંત-ગુણસંપન્ન ભગવાન આત્મા છે તેની તરફના ઝૂકાવથી-સ્વભાવસન્મુખતાથી એકતા થવી તેનું નામ ધર્મ છે. બાકી બધી વાતો છે, ભાઈ !
જ્યારે એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતે પોતાથી અંદરમાં એકાગ્ર થાય અથવા કોઈ સમજાવવાવાળો મળે તેનાથી અંદર એકાગ્ર થાય ત્યારે એ જ્ઞાની થાય છે. શિષ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com