________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[ ૨૩
આત્મા જ્ઞાયકસ્વભાવ એકરૂપ વસ્તુની સેવન કરવાથી જે નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તેને સત્ય-ભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે, અને રાગાદિ ( ક્રિયાકાંડ) ને બંધ અધિકારમાં અભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે. ૧૧ મી ગાથામાં ભગવાન ભૂતાર્થ વસ્તુ જે કહી છે એ ભૂતાર્થનાં દષ્ટિ-જ્ઞાન-ચારિત્ર એ પર્યાયમાં ભૂતાર્થ (મોક્ષમાર્ગ) છે. ૧૧ મી ગાથામાં જે ભૂતાર્થ કહ્યો તે દ્રવ્ય-વસ્તુ ભૂતાર્થ કહી. ત્યાં ત્રિકાળી વસ્તુ-પુણ્યપાપ રહિત, પરદ્રવ્યરહિત અને એક સમયની વ્યક્ત પર્યાયથી પણ રહિત-જે ધ્રુવ વસ્તુ આત્મા છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહીને ભૂતાર્થ-સત્યાર્થ કહ્યો અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહી.
જે ભૂતાર્થ વસ્તુ છે તેના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય પરિણમે એને ભૂતાર્થ મોક્ષમાર્ગ કહે છે. તે સત્યાર્થ મોક્ષમાર્ગ પણ પર્યાય છે, માટે વ્યવહાર છે. આવી વાત કયાં છે, ભાઈ ? ઓહો ! આ તો પરમ સત્ય વીતરાગનો માર્ગ ! ભગવાનની દિવ્યધ્વનિ !!
હવે આ જ પ્રયોજનને બે ગાથાઓમાં, ગાથા ૧૭-૧૮ માં દષ્ટાંતથી કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com