________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૨૧
વિરહ પડયા અને મન:પર્યયજ્ઞાન પણ રહ્યું નહિ. પરંતુ વસ્તુસ્થિતિને બતાવનારાં આ શાસ્ત્ર રહી ગયાં. અહો! આચાર્યોએ શાસ્ત્રો રચીને કેવળજ્ઞાનને ભૂલાવી દીધું છે! ભાઈ ! તું કોણ છે? કેવડો છે? કયા પ્રકારે આત્માને જાણે ત્યારે યથાર્થપણે જાણ્યો કહેવાય ? કે પર્યાયના ભેદથી ભેદાય નહિ એવો શું ચિન્માત્ર એક છું એમ જાણે ત્યારે આત્માને જાણ્યો કહેવાય, કઠણ પડે, પણ માર્ગ તો આ છે, ભાઈ! એને ધીમે ધીમે સમજવો જોઈએ. આ ચોરાસી લાખના અવતારમાં તું દુઃખી-દુ:ખી થઈ રહ્યો છે. એ દુઃખમાંથી આ સમજ્યા વિના છૂટકારો થાય એમ નથી.
ભાઈ! તેં બહારની સંભાળ તો ઘણી બધી કરી છે. પણ અંદર જીવતી જાગતી જ્યોતસ્વરૂપ જે ચૈતન્ય ભગવાન પડયો છે તેની અનંતકાળમાં એક ક્ષણમાત્ર પણ સંભાળ કરી નથી. એ ચૈતન્ય ભગવાન સમ્યજ્ઞાનમાં કેવો જણાયો તે અહીં કહે છે. કહે છે કે ક્રમે-અક્રમે પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી હું ભેદરૂપ થતો નથી એવો અભેદ અખંડાનંદ સ્વરૂપ એક છું. વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ તે વિકલ્પથી કે ‘હું ચિન્માત્ર છું’ એવા વિકલ્પથી ભેદરૂપ નિહ થતો એવો અભેદ એકરૂપ હું છું.
વસ્તુ આત્મા ત્રિકાળ નિર્વિકલ્પ છે. પહેલાં ‘ અનસૂયા 'નું નાટક ભજવાતું તે જોયેલું એમાં માતા પોતાના બાળકને સૂવડાવે ત્યારે એમ ગાતી કે-શુદ્ધોઽસિ, યુદ્ધોસિ સવાસીનોઽસિ, નિર્વિરુપોસિ-એટલે કે બેટા! તું શુદ્ધ છે, જ્ઞાનનો પિંડ છે, આખી દુનિયામાં તારી ચીજ જુદી છે માટે ઉદાસીન છે, નિર્વિકલ્પ છે. આ તો નાટકમાં પહેલાં આ આવતું. તું નિર્વિકલ્પ છે એટલે પર્યાયમાં થતા ક્રમરૂપ અને અમરૂપ ભાવોથી ભેદાય એવી તારી ચીજ નથી. વસ્તુ-આત્મા તો ભેદ રહિત અભેદ છે એમ જાણે ત્યારે આત્મા જાણ્યો કહેવાય. આનું નામ સમ્યગ્દર્શન છે. અહીં ‘હું એક છું' એ બોલ પૂરો થયો. હવે ‘હું શુદ્ધ છું' એ બોલ કહે છે.
‘નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું.’
અનાદિથી જીવ પુણ્યભાવ, પાપભાવ, આસ્રવભાવ અને બંધભાવમાં રોકાયેલો છે. અનાદિથી એને મોક્ષ કયાં છે? પણ સંવર, નિર્જરા, મોક્ષના વિકલ્પ છે. અને હવે જ્યારે ભાન થયું ત્યારે અંતર-એકાગ્રતા સહિત જે સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પ્રગટે તે પર્યાય જેવડો હું નથી. આ વ્યાવહારિક નવતત્ત્વોથી હું જુદો છું. આ પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ બધાં વ્યાવહારિક નવતત્ત્વો છે. એ સર્વથી હું ભિન્ન છું. નિયમસાર ગાથા ૩૮ માં કહ્યું છે કે-સાત તત્ત્વો નાશવાન છે. સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નાશવાન છે. અને હું એક અવિનાશી છું. મારા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com