________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કેમકે એમ જાણનાર રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે છે. સામાયિક એટલે સમતા અને સમતા એટલે વીતરાગ પરિણામનો લાભ. વીતરાગ પરિણામનો લાભ કયારે થાય? કે જ્યારે વીતરાગ-સ્વરૂપ ભગવાન પોતે છે તેનો આશ્રય લે ત્યારે વીતરાગ પરિણતિ થાય છે, અને એને સામાયિક કહે છે. (તેવી રીતે, જેમ ચણાને પાણીમાં પલાળી-ડૂબાડી રાખે ત્યારે પોઢો થાય છે તેમ આત્મા આનંદનો નાથ પ્રભુ છે તેને પોષવો-એટલે આનંદના સાગરમાં એકાકાર ડૂબાડવો તેને પ્રૌષધ કહે છે.) આવી વસ્તુ જાણે નહિ અને બહારના અનેક ક્રિયાકાંડ કરે તેથી શું? એ બધાં થોથેથોથાં છે.
જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી.' એટલે શું? કે જ્ઞાનસ્વભાવમાં વિભાવ-વિકલ્પ વ્યાપવાને લાયક નથી. આમ જે જાણનારે જાણ્યું તે જ જાણનાર વિભાવને છોડે છે અર્થાત તે-રૂપે પરિણમતો નથી. તેને રાગનો ત્યાગનાર કહે છે. જાણનાર જુદો અને ત્યાગનાર જુદો એમ નથી. તેથી જે જાણે છે તે જ પછી ત્યાગે છે. મારા જ્ઞાનસ્વભાવમાં રાગ વ્યાસ થાય એવો રાગનો સ્વભાવ નથી અને મારો પણ સ્વભાવ એવો નથી કે રાગ મારામાં વ્યાપે. આમ જ્યાં રાગને ભિન્ન પરપણે જાણ્યો ત્યાં તેના તરફનું લક્ષ રહ્યું નહિ અને સ્વભાવમાં જ દષ્ટિ સ્થિર થઈ. આને પચ્ચકખાણ એટલે જાણનારે રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી આનો પચ્ચકખાણ અને તેનો પચ્ચકખાણ એમ વિકલ્પો કરે એ બધો સંસાર છે.
અજ્ઞાની દયા-દાન-ભક્તિના ભાવમાં ધર્મ માની અનાદિથી ૮૪ લાખના અવતારમાં રખડી દુઃખી થઈ રહ્યો છે. તેને સન્નિપાત જેવો રોગ લાગ્યો છે. જેમ કોઈને સન્નિપાત થયો હોય તે બીજા ઘણા રોગથી પીડાતો હોય તોપણ ખડખડાટ હસે છે. શું તે ખરેખર સુખી છે કે તે દાંત કાઢી હુસે છે? ના. એને દુઃખનું ભાન નથી તેથી હુસે છે. તેમ અજ્ઞાની કાંઈક અનુકૂળ સંયોગો મળતાં પોતાને સુખી માને છે. એનું સુખ સન્નિપાતના રોગી જેવું છે. ભાઈ ! સુખ તો આત્મામાં છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્ નામ ત્રિકાળ, ચિત્ નામ ચૈતન્ય અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. આવા આત્માને જે અંતરંગમાં સ્પર્શીને જાણે છે તેને આનંદ થાય છે, સુખ થાય છે. એ જાણનાર એમ જાણે છે કે હું તો સ્વભાવથી દેખવા-જાણવાવાળો છું. પુણ્યપાપના ભાવ મારા સ્વભાવપણે નહિ થતા હોવાથી પરભાવ છે. આમ તેને પરપણે જાણીને ત્યાગે છે, એટલે કે ત્યાંથી ખસીને સ્વરૂપમાં કરે છે. તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે એમ કહ્યું છે. આવું સ્વરૂપ જાણે નહિ અને વ્રત, તપ આદિ બાહ્ય ત્યાગ કરવા મંડી પડે એ કાંઈ પચ્ચકખાણ નથી.
ભાઈ ! પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર કોને કહેવાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને પછી સમ્યક્રચારિત્ર એ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે તો સમ્યક્રચારિત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com